દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના સાલીયા ગામે ઝુપડામાં આગ લાગતાં ૭૦ વર્ષીય વૃધ્ધ દાઝી જતાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.6

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સાલિયા ગામે તાપણામાંથી તણખલા ઉડતાં તણખલા નજીકમાં આવેલ મકાઈની રાડથી ઝૂંપડામાં ફેલાઈ જતા આખું ઝુપડુ બની જવા પામ્યું હતું ત્યારે ચોપડા ની અંદર સુતેલ ૭૦ વર્ષીય એક વૃદ્ધ આ આગની જ્વાળાઓમાં આવી જતા તેને તાત્કાલીક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નિપજયાનું જાણવા મળે છે.

ગત તારીખ 4 માર્ચ ના રોજ સાલિયા ગામે ધોળાદાતા ફળિયામાં રહેતા 70 વર્ષીય રામાભાઈ ગેમાભાઈ પટેલ ને ઠંડી લાગતા ખેતરમાં ખાટલા નજીક તાપણું સળગાવી સુતા હતા તે દરમિયાન અચાનક તાપણામાંથી તણખલા ઉડતા તણખલા મકાઈની રાડથી બનાવેલ નજીકમાં આવેલ ઝૂંપડામાં આગ પ્રસરી જવા પામી હતી જેને પગલે અંદર ઊંઘી રહેલ 70 વર્ષીય રામાભાઇ પણ આ આગની લપેટમાં આવી ગયા હતા જેને પગલે તેઓ શરીરે સખત દાઝી જતા તેઓને પરિવારજનો દ્વારા નજીકના હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન રામાભાઇ નું મોત નિપજતા આ સંબંધે સાલિયા ગામે ધોળાદાતા ફળિયામાં રહેતા ધીરાભાઈ ગેમાભાઇ પટેલ દ્વારા પીપલોદ પોલીસ મથકે જાણ કરતાં પોલીસેના સંબંધે સીઆરપીસી કલમ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!