લીમડીમાં બજરંગદળના ૧૧૫ જેટલા યુવાનોએ ત્રિશુળ દિક્ષા ધારણ કરી

રિપોર્ટર : પંકજ પંડિત

લીમડી તા.૦૬

લીમડી આજરોજ તા.૦૫/૦૩/૨૦૨૨ શનિવાર ના રોજ હનુમાન ટેકરી ખાતેના હનુમાનજી મંદિરના સંકુલમા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્રારા ત્રિશુળ દિક્ષાનો કાર્યક્રમ યોજાયો જેમા બજરંગદળ લિમડી પ્રખંડના ૧૧૫ જેટલા યુવાનોએ શ્રી હનુમાનજી મહારાજના મંદિરે પુજ્ય સંતો દ્રારા ધર્મ,રક્ષા,હિન્દુ રક્ષા, સ્વ રક્ષા અને મઠ,મંદિર ગૌ માતાની રક્ષા તેમજ બહેન દિકરીઓના રક્ષણ માટે સંકલ્પિત બની ત્રિશુળ દિક્ષા ધારણ કરી હતી.
કાર્યક્રમમા ધર્મ સભાને સંબોધતા પુ.દલસુખદાસજી મહારાજે વિશ્વમા હિન્દુત્વના પગરણ અને આજની સ્થિતિ વિશે માર્ગદર્શન આપ્યુ હતુ. તેમણે હિન્દુ યુવાનોને પોતાના ધર્મ પ્રતિ ગૌરવાન્વિત રહેવા આહ્વાન કરતા કહ્યુ હતુ કે વિશ્વના અનેક દેશોમા અન્ય ધર્મના લોકો પણ હિન્દુ ધર્મ અપનાવી રહ્યો છે. પુ.દયાનંદજી મહારાજે કહ્યુ હતુ કે વિશ્વ આજે રશિયા યુક્રેન યુધ્ધમા ઉગારી લેવા માટે ભારત તરફ મીટ માંડી રહ્યુ છે તેમ હિન્દુ ધર્મ,હિન્દુ સમાજ હિન્દુત્વની રક્ષા માટે બજરંગદળ પ્રત્યે આશાવાદી બની રહ્યો છે ત્યારે આપણે ધર્મ સેવા રાષ્ટ્ર રક્ષાનો સંકલ્પ લઈએ. આજના કાર્યક્રમ ના મુખ્ય વક્તા મા.રમણભાઈ બારિયાજી એ જણાવ્યુ હતુ કે બજરંગગ દળનુ ત્રિશુળ કોઈને મારવા માટે કે બતાવીને વટ મારવા માટે નહીં પણ સંગઠનના પ્રતિક રુપ છે. ત્રિશુળ ધારક એકલો નથી તેની સાથે હજારો બજરંગીઓનુ ઝુંડ છે તે વાતની ખાતરી આપે છે અને યુવાનોને ધર્મ રાષ્ટ્રની રક્ષા માટે પ્રેરિત કરે છે.
આજના કાર્યક્રમમા શ્રી રામભાઈ ભરવાડજી,યોગેશભાઈ જયસ્વાલજી, બળવંતભાઈ ખોડ, કમલેશભાઈ ચૌહાણ,મનિષભાઈ પંચાલ,અજીતદેવ પારગી,ઉત્કર્ષ શર્મા સાથે અનેક પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: