દાહોદ જિલ્લામાં ઝાલોદ નગર વિધાર્થીએ નગરનું નામ રોશન કર્યું
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૬
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત,જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગર આયોજિત આઝાદીના અમૃત મહોત્સવ કલાઉત્સવ અંતર્ગત રાજ્ય કક્ષાની વકતૃત્વ સ્પર્ધામાં દાહોદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા બદલ પટેલ યુગ કલ્પેશકુમાર વગેલા, વર્ગ ખરસાણા પ્રા.શાળા ,શંકરપુરા ,દાહોદ જીલ્લા વતી રાજ્ય કક્ષાએ ઝાલોદ તાલુકાનું ગૌરવ વધાર્યું હતું