દાહોદ જિલ્લાના દાહોદ શહેર ખાતે પૂજય સિંધી પંચાયત દાહોદનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
દાહોદ તા.૦૭
દાહોદ શહેર ખાતે શ્રી લાલ સાંઈ ગ્રૃપના સૌજન્યથી પૂજય સિંધી પંચાયત દાહોદનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સિંધી પંચાયત દાહોદના નવા પ્રમુખ તથા કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી જેના સંદર્ભમાં સ્નેહ મિલન તથા પ્રમુખ શ્રી ગુલશનભાઈ બચ્ચાણી તથા કારોબારી સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં લાડ લુહાણા સિંધી સમાજના પ્રમુખ કન્યલાલ જેઠાણી તથા કરોબરી સમિતીનું પણ સ્વાગત કરવામા આવ્યું હતું.ત્યારબાદ મહિલા સંગઠન બનાયુ હતું જેને સિંધુ શક્તિ સંગઠન નામ આપવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ તરીકે પૂજા મગલાનીની તથા લાલસાઈ નવયુગ મંડળ ના સભ્યો નું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ રાષ્ટ્રગાન ગાઈને કરવામાં આવી હતી. આભાર વિધિ શ્રી ખેમચંદ માખીજાની એ કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, સમાજની મહિલાઓ, પુરૂષો, બાળકો, વયોવૃધ્ધ લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.