દાહોદ જિલ્લામાં ડી.જે. સિસ્ટમ પર બિભત્સ ગીતો બગાડવા પર પ્રતિબંધ લગાવવામાં આવે તે માટે હિન્દુ યુવા વાહીની, દાહોદ દ્વારા લીમખેડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૮
દાહોદ જિલ્લામાં ડી.જે. સિસ્ટમ પર વગાડવામાં આવતાં બિભત્સ ગીતો ઉપર પ્રતિબંધ મુકવામાં આવે તે માટે હિન્દુ યુવા વાહિની, દાહોદ દ્વારા લીમખેડાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
૦૮મી માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. મહિલાઓ દરેક ક્ષેત્રમાં ખુબજ આગળ વધી રહેલ છે ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લામાં ડિ.જે. સિસ્ટમ પર કલાકારો દ્વારા વિવિધ ગીતો બગાડવામાં આવે છે જેમાં રમીલા ઓ રમીલા, જાનુદી, વટવાળી શેનુડી.. જેવા દ્વિઅર્થી ગીતોના માધ્યમથી નારી શક્તિની સમાજમાં મુલ્યોનો હાશ થઈ રહ્યો છે. આવા ગીતોને કલાકારો દ્વારા પડદા ઉપર રજુ પણ કરવામાં આવે છે ત્યારે આવા ગીતો વગાડતા ગાયકો અને કલાકારો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને આવા ગીતો ઉપર પ્રતિબંધ મુકવામાં આવે તેવી માંગ સાથે આજરોજ હિન્દુ યુવા વાહીની દ્વારા લીમખેડાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

