દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી
રિપોર્ટર : ગગન સોની





દાહોદ તા.09
દાહોદ જિલ્લામાં ઠેર ઠેર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો તેઓએ પોતાના બાળપણથી માંડી હાલ સુધીના તેમના અનુભવો અને વિચારો સાહજ રીતે રજુ કર્યાં હતાં. ખાસ કરીને તેમણે આજના ટેકનોલોજીના જમાનામાં પણ સ્ત્રી, પુરૂષ વચ્ચેનો જે ભેદભાવ છે તે દુર કરવા પર ભાર મુક્યો હતો. દાહોદ ઝાયડસ હોસ્પિટલના સી.ઈ.ઓ. ર્ડા. સંજય કુમારે પણ જણાવ્યું હતું કે, સમાજના વિકાસમાં સૌથી મહત્વનો ફાળો મહિલાઓને રહેશે તેના ઉદાહરણ રૂપે કોવિડ કાળમાં મહિલા તબીબો અને અન્ય પેરામેડીકલ સ્ટાફની મહિલા કર્મચારીઓ દ્વારા બજાવેલી ફરજાેને બીરદાવી હતી. આ પ્રસંગે ઝાયડસ મેડીકલ કોલેજના સીનીયર મેનેજર હેતલ રાવ વિશે પણ પ્રંશસા કરીને તેઓની કાર્યશૈલીને વખાણી હતી. આભાર દર્શન ઝાયડસ મેડીકલ કોલેજના ડીન ર્ડા. સી.બી. ત્રિપાઠીએ કરી હતી તેઓએ પણ નારી શક્તિના ઉદાહરણો આપ્યાં હતાં. આ પ્રસંગે ઝાયડસ હોસ્પિટલના સી.ઈ.ઓ. પ્રો. ર્ડા. સંજયકુમાર, ડીન સી.બી. ત્રિપાઠી, મેડીકલ સુપ્રિરિટેન્ડ ર્ડા. ભરત હઠીલા, જનરલ મેનેજર પ્રકાશ પટેલ, એચ.આર. મેનેજર કારણ શાહ, સીનીયર મેનેજર હેતલ રાવ તેમજ મોટી સંખ્યામાં મહિલા તબીબો, નર્સીંગ સ્ટાફ મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

