દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ખરોડ ગામે ગાંધીનગર સ્ટેટ વીજીલન્સ ટીમનો સપાટો : રૂા. ૪૪.૫૦ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ૧૦ વાહનો કબજે

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૦
દાહોદ તાલુકાના ચોસાલા ગામ તરફથી ગાંધીનગરની સ્ટેટ વિજીલન્સની ટીમને મળેલ બાતમીના આધારે એકસાથે ૧૦ ફોર વ્હીલર વાહનોમાંથી રૂા.૪૪,૫૦,૧૪૦ના પ્રોહી જથ્થો મળી ૧૦ વાહનો, મોબાઈલ ફોન, રોકડા રૂપીયા વિગેરે મળી કુલ રૂા. ૭૯,૫૭,૬૪૦નો મુદ્દામાલ ઝડપી પાડતાં દાહોદ જિલ્લામાં પ્રોહીના આ બનાવને પગલે ભળભળાટ મચી જવા પામ્યો છે. આટલી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડાતાં જિલ્લાના બુટલેગરો સહિત વિદેશી દારૂની હેરાફેરી કરતાં તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે બીજી તરફ આટલી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હશે અને કોની પાસેથી લાવવામાં આવ્યો હશે? જેવી અનેક ચર્ચાઓ ભારે જાેર પકડ્યું છે. સમગ્ર મામલે પોલીસે ૧૧ વોન્ટેડ ઈસમો ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગતરોજ ગાંધીનગરની સ્ટેટ વિજીલન્સની ટીમને મળેલ બાતમીના આધારે દાહોદ તાલુકાના ખરોડ ગામની સામમાં ચોસાલા ગામથી ડોકી ગામ જવાના રસ્તા પર કાલીનાડી પસાર કરી ડોકી ગામ તરફ પોલીસની ટીમને મળેલ બાતમીના આધારે સ્થળ પર વોચ ગોઠવી ઉભા હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એકસાથે ૧૦ ફોર વ્હીલર વાહનો નીકળતાં પોલીસ સાબદી બની હતી અને નજીક આવતાંની સાથે વાહનોને ચારેય તરફથી ઘેલી લીધાં હતાં. પોલીસે વાહનોની તલાસી લેતાં પોલીસ ચોકી ઉઠી હતી. ૧૦ વાહનોમાં છલોછલ વિદેશી દારૂની પેટીઓ ભરેલી જાેઈ પોલીસે તમામ વાહનોની લઈ દાહોદ પોલીસ મથકે આવી પહોંચી હતી જ્યાં ગણતરી કરતાં ૪૨,૧૪૭ નંગ વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલો જેની કુલ કિંમત રૂા. ૪૪,૫૦,૧૪૦ સાથે સાથે ૦૫ મોબાઈલ ફોન કિંમત રૂા. ૨,૫૦૦, ૧૦ વાહનોની કિંમત રૂા. ૩૫,૦૦,૦૦૦ રોકડા રૂપીયા ૫,૦૦૦ મળી પોલીસે કુલ રૂા. ૭૯,૫૭,૬૪૦નો મુદ્દામાલ કબજે કર્યાેં હતો.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: