લીમખેડાના ખીરખાઈ હાઈવેનો બનાવ ઈકો ફોર વ્હીલર ગાડી પલ્ટી ખાતાં ચાલકનું મોત : ૬ને ઈજા પહોંચી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૦
લીમખેડા તાલુકાના ખીરખાઇ પાસે હાઈવે ઉપર આજે મધરાત બાદ ઈકો કાર પલ્ટી ખાઇ જતાં સર્જાયેલા અકસ્માતમાં ચાલક સહિત સાત જેટલા મુસાફરોને ઇજા થઇ હતી જે પૈકીના ચાલકનું માથામાં તથા શરીર પર થયેલી ગંભીર ઇજાથી સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજયું હતું. વડોદરામાં આવેલા ગોરવા ખાતે રહેતા અર્જુનસિંહ બળવંત જાદવ (ઉંમર વર્ષ ૩૪) પોતાના કબજાની ઈકો ગાડીમાં જીતુભાઈ મંગળભાઈ માળી, ભાવનાબેન જીતુભાઈ માળી, વૈસુ બેન જીતુ માળી, મીરાબેન મનીષભાઈ માળી, સેજલબેન રાહુલભાઈ માળી, અને દુર્વા બેન (ઉ.વ. ૪)સહિત સાત મુસાફરોને વડોદરાથી લઇને મધ્યપ્રદેશમાં આવેલા ધાર અને ઉજ્જૈનમાં મહાકાલેશ્વરના દર્શન માટે ગયાં હતાં. દર્શન કરીને ગતરાત્રે પરત પોતાના ઘરે વડોદરા જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન રસ્તામાં મધરાત બાદ ૧.૨૦ કલ્લાકના સુમારે લીમખેડા નજીક ખીરખાઇ ગામ પાસે પહોંચતા ગાડી પુર ઝડપે હોવાથી ચાલક અર્જુનસિંહ બળવંતસિંહ જાદવે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ઈકો ગાડી હાઈવે રસ્તાની બાજુમાં ખાડામાં પલટી ખાઈ ગઈ હતી તેથી સર્જાયેલા અકસ્માતમાં ઈકો ગાડીમાં સવાર ચાલક અર્જુનસિંહ બળવંત જાદવ તથા જીતુભાઈ માળીને માથામાં ભાગે ગંભીર ઈજા થવા પામી હતી જ્યારે મીરાબેન માળી અને મનીષભાઈ માળી ને પગના ભાગે ઈજા થઈ હતી તો, ભાવનાબેન માળી, વૈસુબેન માળી અને સેજલબેન માળી તેમજ દુર્વા બેન માળીને શરીરના ભાગે ઓછી વત્તી ઇજાઓ થઇ હતી ઉક્ત તમામ ઇજા ગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સમાં લઈ લીમખેડા સરકારી દવાખાનામાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં હાજર તબીબે ચાલક અર્જુનસિંહ બળવંત જાદવ (ઉંમર ૩૪ )ને મૃત જાહેર કર્યાેં હતો જ્યારે અન્ય ઈજાગસ્તોને વધુ સારવાર માટે ગોધરા રીફર કરવામાં આવ્યાં હતાં. આ બનાવ સંદર્ભે અટલાદરા ગામના પંકજ મફતભાઈ ગોહીલે નોંધાવેલી ફરિયાદના આધારે લીમખેડા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!