દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સાહડા ગામેથી પોલીસે રૂા. ૧.૩૪ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ફોર વ્હીલર ગાડી કબજે કરી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના આંબા માળીપરા ગામે એક વ્યક્તિની માલિકીની જમીન અન્ય એક ઈસમે જમીન પચાવી પાડતાં આ સંબંધે લીમખેડા પોલીસ મથકે લેન્ડ ગ્રેબીંગનો ફરિયાદ નોંધાવા પામી છે.
લીમખેડા તાલુકાના આંબા માળીપરા ગામે રહેતાં ચીમનભાઈ વીરસીંગભાઈ હઠીલાની ગામમાં આવેલ તેઓના માલિકીની ખાતા નંબર ૧૧૨માં સમાવિષ્ટ રે.સ.નં. ૬૩ (જુના સર્વે નંબર - ૧૬/૨) વાળી જમીન લીમખેડા તાલુકાના પીપળાપાણી ગામે રહેતો ગલાભાઈ કેલીયાભાઈ બારીયાએ જમીન પચાવી પાડતાં આ મામલે બંન્ને વચ્ચે વર્ષ ૨૦૧૨થી વિવાદ ચાલતો હતો અને ગલાભાઈ ચીમનભાઈને જમીન સોંપતા ન હતાં. આખરે હારી થાકેલા ચીમનભાઈ વીરસીંગભાઈ હઠીલાએ આ સંબંધે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

