દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં પતિ – પત્નિ વચ્ચે ઝઘડો થતાં પત્નિએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી

રિપોર્ટર : ગનન સોની

દાહોદ તા.૧૨

દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં પતિ - પત્નિ વચ્ચે નજીવી નોકઝોક થતાં ૫૨ વર્ષીય પત્નિ દ્વારા પોતાના ઘરમાં પંખા સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

દાહોદ શહેરમાં આવેલ પરેલ સી સાઈડમાં રહેતાં ૫૩ વર્ષીય ધરમરાજભાઈ ડોરે સ્વામી અને તેમની ૫૨ વર્ષીય પત્નિ બબીતાબેન ધરમરાજભાઈ સ્વામી વચ્ચે ગત તા.૧૧મી માર્ચના રોજ નજીવી બાબતે નોકઝોક થઈ હતી જેમાં ધરમરાજભાઈ જમવા બેઠા હતા તે સમયે તેમની પત્નિ બબીતાબેને કહેલ કે, તમે નોકરી પરથી દરરોજ કેમ મોડા આવો છો, તેમ કહેતાં ધરમરાજભાઈએ કહેલ કે, ઓફિસનું કામ હોવાથી મોડુ થઈ જાય છે ત્યારે બબીતાબેને કહેલ કે, તમે તમારી ઓફિસનું કામ કરો મારે જે કરવું હોય તે હું કરીશ, તેમ કહી બબીતાબેન પોતાના સ્ટોરરૂમ તરફ ચાલ્યા ગયાં હતાં અને જ્યાં પંખા સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

આ સંબંધે ધરમરાજભાઈ દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે જાણવા જાેગ આપતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: