દાહોદ શહેરના બસ સ્ટેશન ખાતેથી એક મહિલાના પર્સમાંથી રૂા. ૪૫ના સોનાના દાગીના ચોરી કરતી જતો અજાણ્યો ચોર
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.13
દાહોદ શહેરમાં આવેલ બસ સ્ટેશન ખાતે એક મહિલાના પર્સમાંથી કોઈ અજાણી વ્યક્તિ દ્વારા પોતાનો કસબ અજમાવી મહિલાના પર્સમાંથી સોનાના દાગીના કિંમત રૂપિયા 45,000ની ચોરી કરી નાસી જતા બસ સ્ટેશન વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
ગત તારીખ 26મી માર્ચના રોજ દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તાર ખાતે યોગેશ્વર નગર ખાતે રહેતા 32 વર્ષીય ભાવિકાબેન ભાવિકકુમાર પટેલ દાહોદ બસ સ્ટેશન વિસ્તાર ખાતે બપોરના એક વાગ્યાના આસપાસ આવ્યા હતા અને બસમાં ચડતી વેળાએ કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ભાવિકાબેનના પર્સનની ચેન ખોલી પર્સમાંથી ત્રણ જોડી સોનાની બુટ્ટી અને એક કાનની શેર એમ કુલ મળી રૂપિયા 45,000 ના સોનાના દાગીના તેમજ પર્સમાં મુકી રાખેલ બેંકનું એટીએમ કાર્ડ તથા અન્ય ડોક્યુમેન્ટની ચોરી કરી અજાણી વ્યક્તિ ફરાર થઈ ગઈ હતી. ઘટનાને પગલે બસ સ્ટેશન વિસ્તારમાં ઉહાપોહ મચી જવા પામ્યો હતો.
આ સંબંધે ભાવિકાબેન ભાવિકકુમાર પટેલ દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

