દાહોદ જિલ્લાના ટીકડી ગામેથી પોલીસે એક ખેતરમાંથી રૂા. ૧.૪૧ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.13
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ટીડકી ગામેથી પોલીસે એક ખેતરમાં પ્રોહી રેડ પાડતા ખેતરમાંથી પોલીસે કુલ રૂપિયા 1,41,120નો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો જ્યારે પોલીસને જોઈ બુટલેગર નાસી જવામાં સફળ રહ્યાનું જાણવા મળે છે.
ગઢ તારીખ 12મી માર્ચ ના રોજ દેવગઢબારિયા પોલીસને મળેલ બાતમીના આધારે ટીડકી ગામે રહેતા નવલસિંહભાઈ ધનાભાઈ બારીયાના ખેતરમાં અચાનક પ્રોહી રેડ પાડી હતી પોલીસને જોઈ નવલસિંહભાઈ નાસી જવામાં સફળ રહ્યો હતો પોલીસે ખેતરની નજીકમાં ખાડામાંથી વિદેશી દારુ તેમજ બીયર નિકુલ બોટલો નંગ. 1152 કિંમત રૂપિયા 1,41,120ના પ્રોહીબીશન જથ્થા સાથે ઉપરોક્ત ઈસમ વિરુદ્ધ દેવગઢબારિયા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.