દાહોદ તાલુકાના ગોધરા રોડ નેશનલ હાઈવે પરથી દાહોદ એલ.સી.બી. પોલીસે રૂા. ૫૧ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે આઈસર ગાડી સાથે ચાલકને ઝડપી પાડ્યો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૩
દાહોદ તાલુકા તાલુકામાંથી પસાર થતો ગોધરા રોડ નેશનલ હાઈવે પરથી દાહોદ એલ.સી.બી. પોલીસે એક મગફળી ભરેલ આઈસરની તલાટી લેતાં તેમાં મગફળની આડમાં વિદેશી દારૂનો કુલ રૂા. ૫૧,૩૭,૨૦૦નો પ્રોહી જથ્થા સાથે આઈસર ગાડી કબજે કરી પોલીસે કુલ રૂા. ૬૧,૪૪,૯૨૦ના મુદ્દામાલ સાથે આઈસર ગાડીના ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
આજરોજ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ તાલુકામાંથી પસાર થતાં ગોધરા રોડ નેશનલ હાઈવે પર વોચ ગોઠવી ઉભા હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક આઈસર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને આઈસર ગાડીને ઉભી રખાવી તેમાં સવાર ચાલક દેવારામ વિરમારામ જાખડ (જાટ) (રહે. કકરાલા મુલાની ગામ બાકાસર, તા. ચૌહટન, જિ. બાડમેર, રાજસ્થાન) ની અટકાયત કરી પોલીસે આઈસર ગાડીની તલાસી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. આઈસર ગાડીમાં મગફની ગુણોની આડમાં વિદેશી દારૂની કુલ બોટલો નંગ. ૮૦૫૨ કિંમત રૂા. ૫૧,૩૭,૨૦૦ના પ્રોહી જથ્થા સાથે આઈસર ગાડીની કિંમત મળી કુલ રૂા. ૬૧,૪૪,૯૨૦ના મુદ્દામાલ સાથે પોલીસે ઉપરોક્ત ચાલક વિરૂધ્ધ દાહોદ એલ.સી.બી. પોલીસે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.