દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામેથી પોલીસે એક બોલેરો ગાડીમાંથી રૂા. ૨.૦૬ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો : ચાલક ફરાર
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૪
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામેથી પોલીસે એક બોલેરો ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા. ૨,૦૬,૪૦૦ના વિદેશી દારૂના જથ્થા સાથે બોલેરો ગાડી મળી કુલ રૂા. ૪,૫૬,૯૦૦નો મુદ્દામાલ કબજે કર્યાંનું જાણવા મળે છે જ્યારે પોલીસને ચકમો આપી ગાડીનો ચાલક નાસી જવામાં સફળ રહ્યો હતો.
ગત તા. ૧૩મી માર્ચના રોજ ગરબાડા પોલીસને મળેલ બાતમીના આધારે ઝરીબુઝર્ગ ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી એક બાતમીમાં દર્શાવેલ બોલેરો ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને નજીક આવતાંની સાથે પોલીસે ગાડીને ઉભી રાખવાનો પ્રયાસ કરતાં પોલીસને જાેઈ ગાડીનો ચાલક પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ. ૨૦૬૪ કિંમત રૂા. ૨,૦૬,૪૦૦ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા. ૪,૫૬,૯૦૦ નો મુદ્દામાલ કબજે કરી ગરબાડા પોલીસે ઉપરોક્ત ફરાર ગાડીના ચાલક વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

