ધી કાશ્મીર ફાઈલ ફિલ્મની દાહોદ જિલ્લામાં મળતો ખુબજ સારો પ્રતિસાદ : દાહોદ શહેરના હોટલ માલિકો અને રેસ્ટોરન્ટ અને હિન્દુ સંગઠનો દ્વારા અનેક જાહેરાતો કરી
રિપોર્ટર : ગગન સોની


દાહોદ તા.૧૫
સમગ્ર દેશમાં હાલ રીલીઝ થયેલ કાશ્મીરી પંડિતો પર થયેલ અત્યાર સંબંધીની ફિલ્મ ધી કાશ્મીર ફાઈલને સમગ્ર દેશમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દેશના સમગ્ર થીએટરો હાઉસફુલ પણ જઈ રહ્યો છે ત્યારે દાહોદ શહેરમાં ઘણા રેસ્ટોરન્ટ, હોટલ વિગેરે જેવા ધંધાકીય આલમ દ્વારા ફિલ્મની ટીકીટ લાવો, લઈ જવોની ઓફરો મુકી મફ્તમાં ભોજન અને નજીવા દરે ભોજન આપવાની જાહેરાતો પણ કરી રહી છે.
ધી કાશ્મીર ફાઈલ ફિલ્મ સમગ્ર દેશ સહિત દુનિયાના અન્ય દેશોમાં પણ ધુમ મચાવી રહી છે. કાશ્મીરી પંડિતો પર થયેલ વર્ષ ૧૯૯૦ની સાલ દરમ્યાન કાશ્મીરો પંડિતો પર થયેલ અત્યારો અને હત્યાની હકીકત દર્શાવતી ફિલ્મ છે. આ ફિલ્મને સમગ્ર દેશ અને અન્ય દેશોમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ખુદ પ્રધાનમંત્રી મોદી દ્વારા પણ આ ફિલ્મની પ્રસંશા કરી છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આ ફિલ્મને ટેક્સ ફ્રી પણ કરી દીધી છે ત્યારે દાહોદ શહેરમાં પણ આ ફિલ્મને લઈ લોકોમાં ભારે ઉત્સુકતા જાેવા મળી રહી છે અને દાહોદ શહેરમાં પણ આ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે દાહોદ શહેરમાં આવેલ કાયા કન્સલટન્સી દ્વારા આ ફિલ્મની વપરાયેલી ટીકીટ લઈ દર્શકોને મફતમાં પાન કાર્ડ કાઢી આપવાની જાહેરાત કરી છે ત્યારે બીજી તરફ લીમખેડા તાલકાની હિન્દુ યુવા વાહિની દ્વારા મહત્વની જાહેરા કરી છે જેમાં ગોધરા અને દાહોદના સીનેમા ઘરમાં ધી કાશ્મીર ફાઈ ફિલ્મ જાેવા માટેનો તમામ ખર્ચ લીમખેડા તાલુકા હિન્દુ યુવા વાહિનીએ ઉઠાવ્યો છે અને ૧૫ સભ્યો થાય તો વાહનની પણ વ્યવસ્થા પણ કરવામાં આવી છે તેવીજ રીતે દાહોદ શહેરમાં આવેલ મારૂતિ ડાયનીંગ હોલ દ્વારા વપરાયેલી ટીકીટ લાવો અને ૧ ગ્લાસ મસાલા છાસ મફ્તમાં આપવાની જાહેરાત કરી છે. દાહોદ શહેરમાં આવેલ હોટલ બાલાજી દ્વારા પણ જમો અને ૧ કપલ માટે (૨ નંગ) ફિલ્મની ટિકીટ ફ્રી આપવાની જાહેરાત કરી છે. આવીજ રીતે દાહોદ શહેરમાં આવેલ ઓનેસ્ટ ફાસ્ટફુડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે જેમાં વપરાયેલી ફિલ્મની ટીકીટ લાવો અને ૧ ઈડલી અને સંભાર મફ્તમાં મેળવોની જાહેરાત કરી છે. આમ, અન્ય રાજ્યો અને જિલ્લાઓની માફત દાહોદ શહેરમાં પણ આ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને વેપારીઓ, સંગઠનો દ્વારા આ ફિલ્મને લઈ અનેક જાહેરાતો પણ કરવામાં આવી રહી છે.

