દેવગઢ બારિયા તાલુકાના ભોરીયા ગામે ત્રણ મકાનોમાં આકસ્મિક આગ લાગતાં લાખોનું નુકશાન
દાહોદ તા.19
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ભૂતિયા ગામે સંયુક્ત ત્રણ ભાઈઓના ૩ મકાનમાં આકસ્મિક આગ લાગતા વળગતા સાથે ચકચાર મચી જવા પામી હતી આગમાં ત્રણે મકાનો સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયા હતા આગમાં અંદાજે લાખો રૂપિયાનું નુકસાન થયાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ભૂતિયા ગામે તા. 19.3.2022 ના રોજ બપોરના 12 વાગ્યાની આસપાસ આકસ્મિક મકાનમાં આગ લાગતાં ગણતરીની ક્ષણોમાં આખું મકાન બળીને ખાક થઇ ગયું હતું. ભૂતિયા ગામે વાઢી ફળિયામાં રહેતા પ્રતાપભાઈ છગનભાઈ કોળી, રમેશભાઈ છગનભાઈ કોળી તેમજ બળવંતભાઈ છગનભાઈ કોળી એમ ત્રણ ભાઈનું સંયુક્ત મકાન હતું. આજરોજ બપોરના સમયે આકસ્મિક મકાનમાં આગ લાગતા બુમાં બુમ થતાં આજુબાજુના લોકો દોડી આવી આગ હોલવવાનો પ્રયત્ન કર્યો પણ થોડીક જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સંપૂર્ણ મકાન બળીને ખાખ થઈ ગયું હતું. મકાનમાં આગ લાગતાં દાગીના, રોકડ રકમ, અનાજ, તેમજ ઘરવખરી સામાન સંપૂર્ણ બળી ગયું હતું. આ મકાનમાં કરિયાણાની દુકાન તેમજ સીવણ ની દુકાન પણ હતી આગ લાગતા દુકાનનો સામાન પણ બધુજ બળી ગયું હતું. સોના-ચાંદીના દાગીના પણ બળીને ઓગળી ગયા હતા. આ પરિવાર મા કુલ અંદાજે ૨૫ જેટલા સભ્યો રહેતા હતા. અંદાજે 10 થી 11 લાખનું નુકસાન થયું હતું. દેવગઢબારિયા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ પર પહોંચે તે પહેલા મકાન બળીને ખાખ થઇ ગયું હતું.