દાહોદ તાલુકાના વડબારા ગામે મોટરસાયકલને અડફેટે 15 વર્ષીય રાહદારીનું મોત નીપજ્યું
દાહોદ તા.૧૯
દાહોદ તાલુકાના વડબારા ગામએ એક મોટર સાયકલના ચાલકે પોતાના કબજાની મોટરસાયકલ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી ચાલતા પસાર થઇ રહેલા એક ૧૫ વર્ષીય યુવકને અડફેટે લેતા યુવકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નિપજયાનું જાણવા મળે છે.
ગત તારીખ ૧૭ મી માર્ચના રોજ દાહોદ તાલુકાના વડબારા ગામે સૈનિક ફળિયામાં રહેતા ૧૫ વર્ષીય વિક્રમભાઈ જાંબુભાઈ મીનામા વડબારા ગામેથી હાઇવે રોડ પર ચાલતા પસાર થઈ રહ્યા હતા તે સમયે એક મોટર સાયકલના ચાલકે પોતાના કબજાની મોટરસાયકલ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી વિક્રમભાઈને લપેટમાં લેતા વિક્રમભાઈ જમીન પર ફંગોળાયા હતા જેને પગલે તેઓને હાથે-પગે તેમજ શરીરના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા વિક્રમભાઈનૂ મોત નીપજ્યું હતું.
આ સંબંધે મૃતક વિક્રમભાઈ ના પિતા જાંબુભાઈ મીનામા દ્વારા કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.