દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પીપલેટ ગામે વાહન અકસ્માત બાબતે થયેલા ઝઘડામાં આઠ જેટલા ઈસમોએ ત્રણને ફટકાર્યા
દાહોદ તા.૧૯
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પીપલેટ ગામએ વાહન અકસ્માત થયો હોવાના બાબતે થયેલ ઝઘડા તકરારમાં આઠ જેટલા ઈસમોએ એકસંપ થઇ ગેરકાયદે મંડળી બનાવી મારક હથિયારો ધારણ કરી ત્રણ જેટલા વ્યક્તિઓને માર મારી ઇજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતા પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે.
ગત તારીખ 15 મી માર્ચના રોજ ઝાલોદ તાલુકાના પીપલેટ ગામે જાજના ફળિયા ખાતે રહેતા સુરેન્દ્રભાઈ શૈલેષભાઈ ડાંગી તથા કૈલાશભાઈ ડાંગી મોટરસાયકલ પર સવાર થઈ લીમડી જઈ રહ્યા હતા તે સમયે પીપલેટ ગામે રસ્તામાં ગામમાં રહેતા રમેશભાઇ ડામોર, ખાનાભાઈ ડામોર અને મોમસિંગભાઈ ગરાસીયા આ ત્રણેય જણા પણ મોટર સાઇકલ પર પસાર થઇ રહ્યા હતા તે સમયે બંને મોટરસાયકલ સામસામે અથડાતા ઉશ્કેરાયેલા ઉપરોક્ત ત્રણેય જણાએ સુરેન્દ્રભાઈ અને શૈલેષભાઈ ને મારવા લાગ્યા હતા અને તે સમયે તેઓને છોડાવવા વચ્ચે પડેલ શૈલેષભાઇ ને પણ માર મારતા ભારે ધીંગાણું મચ્યું હતું જેમાં રમેશભાઈ ડામોરના સપોર્ટમાં આવી પહોંચેલા હકરીયાભાઇ ડામોર, અશ્વિનભાઈ ડામોર મનેષભાઈ ડામોર, દેવચંદભાઈ ગરાસીયા અને રાહુલ ભાઈ ડામોરનાઓએ પણ સુરેન્દ્રભાઈ, શૈલેષભાઈ અને કૈલાશભાઈને ધાર્યું મારી અને ગડદાપાટુનો મારમારી શરીર હાથપગ તેમજ માથાના ભાગે ઇજાઓ પહોંચાડી ભારે ધીંગાણું મચાવતાં આ સંબંધે ઇજાગ્રસ્ત સુરેન્દ્રભાઈ શૈલેષભાઈ ડાંગી દ્વારા ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.