દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ખારવા ગામે પેસેન્જર ભરેલ ક્રુઝર ફોર વ્હીલર ગાડી પલ્ટી ખાતા એક મુસાફરનું મોત : અન્ય મુસાફરો ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડાયાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.20
ગરબાડા તાલુકાના ખારવા ગામે એક ક્રુઝર ફોર વીલર ગાડીના ચાલકે ગાડી પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડીમાં સવાર પેસેન્જરો પૈકી એકને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ થી ચાર પેસેન્જરો અને શરીરે ઈજા પહોચવાનો જાણવા મળે છે.
ગત તારીખ 19 મી માર્ચના રોજ એક મધ્યપ્રદેશની પાર્સિંગના ક્રુઝર ગાડીના ચાલકે પોતાની ગાડીમાં પેસેન્જરો ભરી ગરબાડા તાલુકાના ખારવા સામેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે ગાડી હંકારી પસાર થઈ રહ્યો હતો તે સમયે ગાડી પર ના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ગાડી પલટી ખાઈ ગઈ હતી જેને પગલે ગાડીમાં સવાર પેસેન્જરો પૈકી રીતેશભાઈ સિકદારભાઈ સિસોદિયાને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય પેસેન્જરો પૈકી ધનરાજભાઇ બાપુસિંહ રાવત નરપતભાઈ કેકડીયાભાઈ રાવત તથા અન્ય પેસેન્જરોને શરીરે હાથે – પગે ઈજાઓ પહોંચતા તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

