દાહોદ જિલ્લાના વાડોદર ગામે એક સાથે ત્રણ મકાનોમાં આગ લાગતાં અંદાજે ૪ લાખનું આગમાં નુકસાન
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.20
દેવગઢ બારિયા તાલુકાના વાડોદર ગામે એક સાથે ત્રણ મકાનોમાં આકસ્મિક આગ લાગતા ત્રણે મકાનોમાં મૂકી રાખેલ ઘાસ તથા ઘરવખરીનો, સામાન સોના – ચાંદીના દાગીના વગેરે મળી કુલ રૂપિયા ૪ લાખ જેટલા નું આગમાં નુકસાન થયાનું જાણવા મળે છે.
દેવગઢ બારીયા તાલુકાના ભૂતિયા ગામે વાડી ફળિયામાં રહેતા પ્રતાપભાઈ છગનભાઈ કોળીના વડોદર ગામે આવેલ ત્રણ મકાનોમાં ગત તારીખ 19 મી માર્ચના રોજ તેઓના ત્રણે મકાનોમાં આકસ્મિક અગમ્ય કારણોસર આગ લાગતાં આગની અગન જ્વાળાઓએ ત્રણે મકાનોને ઝપેટમાં લઇ લીધા હતા અને આગના ગોટેગોટા ફરી વળ્યા હતા પ્રચંડ લાગેલ આગમાં ત્રણ મકાનો બળીને ખાખ થઈ જવા પામ્યા હતા જેને પગલે મકાન મૂકી રાખેલ ઘાસ, ઘરવખરીનો સામાન તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૪ લાખ જેટલા નો આગમાં નુકસાન થતાં આ સંબંધે પ્રતાપભાઈ છગનભાઈ કોળીએ પીપલોદ પોલીસ મથકે જાણવાજોગ આપતા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.