ઝાલોદ નગરમાં નાઇટ શુટિંગ વોલીબૉલ ટુર્નામેન્ટમાં દાહોદની ટીમ વિજેતા બની

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૨૦
ઝાલોદ નગરમાં રમતવીરોનું રમત પ્રત્યે આકર્ષણ અને રુચિ જોઈ અવારનવાર અલગ અલગ રમતો નું આયોજન કરવામાં આવે છે, આ વખતે ઝાલોદ નગર મા પહેલી વાર શુટિંગ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું, આ ટુર્નામેન્ટ મા 26 ટીમ દ્વારા ભાગ લેવામાં આવેલ હતું, દાહોદ, પંચમહાલ, મહીસાગર જિલ્લાઓ માંથી અલગ ટીમો દ્વારા ભાગ લેવામાં આવેલ , આ ટુર્નામેન્ટ મા દાહોદ ની ટીમ પહેલા નંબર પર આવી 3001 નું ઇનામ જીતી હતી, બીજા નંબર પર ગોધરા ની ટીમ આવેલ હતી અને તેમને 2001 નું ઇનામ મેળવેલ હતું, ત્રીજા નંબર પર દેવગઢબારીયા ની ટીમ વિજેતા બનેલ અને તેમને 1001 નું ઇનામ મળેલ હતું, આમ રમતવીરો મા એક અનેરો ઉત્સાહ જોવા મળતો હતો, આમ આ ટુર્નામેન્ટ ખૂબ જ સરસ રીતે પૂર્ણ થયેલ છેલ્લે ભરતભાઈ શ્રીમાળી દ્વારા દરેક ટીમો ખેલદિલી થી રમી અને ભાગ લીધો તે બદલ દરેક રમતવીરો નું અભિનંદન માનવામાં આવેલ અને આગામી સમયમાં આનાથી પણ મોટા પ્રમાણ ટુર્નામેન્ટ યોજવામાં આવશે તેમ કહી ખેલ પ્રેમીયો નો ઉત્સાહ વધાર્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: