શૈક્ષણિક કર્મચારીઓના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતાં : દાહોદ જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિ બોર્ડની પરીક્ષાના પેપરો નહીં ચકાશે

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.23
દાહોદ જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા દાહોદ શહેરમાં એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શૈક્ષણિક કર્મચારીઓના વિવિધ પ્રશ્નોનો નિકાલ ન આવે ત્યાં સુધી આગામી માર્ચ ર૦રર બોર્ડની પરીક્ષાના પેપરો તપાસવામાં નહી આવે તેવો ર્નિણય દાહોદ જિલ્લા શૈક્ષણિક સંકલન દ્વારા કરવામાં આવેલ છે.
આજરોજ તારીખ રરમી માર્ચના રોજ દાહોદ જિલ્લા શૈક્ષણિક સમિતિની સંકલનની એક મીંટીંગ જિલ્લા સંચાલક મંડળના પ્રમુખ ગોપાલભાઈ ધાનકાના અધ્યક્ષસ્થાને જી પી ધાનકા હાઈસ્કુલ દાહોદ ખાતે યોજવામાં આવી હતી જેમાં રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિએ શૈક્ષણિક કર્મચારીઓના પ્રશ્નોના નિકાલ ન આવે ત્યાં સુધી આગામી માર્ચ ર૦રરની બોર્ડની પરીક્ષાના પેપરો મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રો ઉપર તપાસવાની કામગીરીનો બહિષ્કાર કરવાનો નક્કી કરેલ છે. તે મુજબ દાહોદ જિલ્લામાં પણ રાજ્ય સંકલન સમિતિના આદેશના સમર્થન આપી જિલલાના ૯ મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્ર ઉપર પેપર તપાસવા શિક્ષકો ના જાય તે અંગેનું આયોજન કરવામાં આવેલ છે. શૈક્ષણિક સંકલન સમિતિની સરકાર પાસે વિવિધ માંગણીઓમાં જુની પેન્શન યોજનાનો અમલ કરવો, પાંચ વર્ષની નોકરીને સળંગ ગણવી, સાતમા પગાર પંચનો બાકી હપ્તો સત્વરે ચુકવવા, પરિણામ આધારિત ગ્રાન્ટની નિતીમાં ફેરફાર કરવો, જેવી વિવિધ માંગણીઓ સરકાર સમક્ષ અનેકવાર રજુઆત કરવામાં આવી હતી તેમ છતાં સરકાર પ્રશ્નોના નિકાલ કરવામાં ઠાગાઠૈયા કરતા હોવાના પણ જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિએ આક્ષેપો કર્યાં હતાં જેથી શૈક્ષણિક કર્મચારીઓએ આંદોલન કરવાની ફરજ પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: