દાહોદ તાલુકાના હિમાલા ગામનો બનાવ : બોલેરો ગાડીના ચાલકે રસ્તે ચાલતાં બે જણાને અડફેટમાં લેતાં ૧૩ વર્ષીય બાળાનુ મોત નીપજ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૨
દાહોદ તાલુકાના હિમાલા ગામે એક બોલેરો ગાડીની અડફેટે એક ૧૩ વર્ષીય બાળા તથા એક મહિલા આવી જતાં ૧૩ વર્ષીય બાળાને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજઓ પહોંચતાં તેનું મોત નીપજ્યાંનું જ્યારે મહિલાને શરીરે ઈજાઓ પહોંચતાં પોલીસમાં ફરિયાદ નોંધાંયાંનું જાણવા મળે છે. ગત તા. ૨૦મી માર્ચના રોજ એક બોલેરો ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ દાહોદ તાલુકાના હિમાલા ગામે ખાંડીવાવ ફળિયામાં રહેતાં લીલાબેન સુરેશભાઈ તથા તેમની સાથે ૧૩ વર્ષીય બાળા સપનાબેન કમેશભાઈ ભાભોરને અડફેટમાં લેતાં બંન્ને જણાને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં જે પૈકી ૧૩ વર્ષીય બાળા સપનાબેનનું મોત નીપજ્યું હતું જ્યારે લીલાબેનને શરીરે ઈજાઓ પહોંચતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. સંબંધે હિમાલા ગામે ખાંડીવાવ ફળિયામાં રહેતાં વજેસીંગભાઈ કશનાભાઈ ભાભોરે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.