દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચને સસ્પેંડ કરી સરપંચનો ચાર્જ ડેપ્યુટી સરપંચને આપવા હુકમ કર્યાેં : ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ સામે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર જણાતા સરપંચને સસ્પેંડ કરવામાં આવ્યા

રિપોર્ટર : ગગન સોની

ફતેપુરા તા.૨૨
દાહોદ જિલ્લા પંચાયતી રાજમાં ફતેપુરા સન્નાટો છવાયો. ફતેપુરા તાલુકાના ફતેપુરા ગ્રામપંચાયતના સરપંચ દ્વારા વિકાસના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યાંનું સામે આવતાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીએ ફતેપુરા સરપંચ કચરૂભાઈ નવલાભાઈ પ્રજાપતિને સસ્પેન્ડ કરી ડેપ્યુટી સરપંચને સરપંચનો ચાર્જ સોપવા હુકમ કરતાં સમગ્ર તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો. સરપંચ ને મળેલ સત્તા નો દુરુપયોગ કરી ઉપરવટ જઈ કર્યો અને ફરજ બજાવવામાં ગેરવર્તણુંક પણ તપાસમાં બહાર અવ્યું છે.
દાહોદ જિલ્લા ના ફતેપુરા તાલુકા ના ફતેપુરા ગ્રામપંચાયત ના સરપંચ કચરૂભાઈ નવલાભાઈ પ્રજાપતિ દ્વારા વિકાસ ના કામો મા મોટાપાયે ભ્રષ્ટાચાર આચાર્યો હોવા ની રજૂઆત ના આધારે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરી હતી તપાસમાં ફતેપુરા સરપંચ દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર આચાર્યો હોવા નું બહાર અવ્યું હતું.
ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીએ વિગત વારનો અહેવાલ તૈયાર કરી દાહોદ જિલ્લા વિકાશ અધિકારીને મોકલી આવ્યો હતો જેમાં સરકાર દ્વારા ફાળવવા મા આવતી વિવિધ ગ્રાન્ટ નાણાંપંચ, એટીવીટી ની  લાખો રૂપિયા માબતર સરકાર દ્વારા પંચાયત મા મંજૂર કરવામાં આવી હતી.
જે વિકાસ ના કામો મા ગામ ના સરપંચ દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર આચાર્યો હોવા નું તપાસ દરમિયાન પુરવાર થતાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારી એ સરપંચ કચરૂભાઈ નવલાભાઈ પ્રજાપતિ ને સરપંચ પદ ના હોદ્દો પરથી સસ્પેંડ કરી સરપંચ પદ નો ચાર્જ ડેપ્યુટી સરપંચ ને સોપવા અંગે હુકમ કરવામાં અવતા સંગ્રહ પંથક મા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: