દાહોદ તાલુકાના દેવધા ગામેથી પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાંથી રૂા.૧.૫ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૩
દાહોદ તાલુકાના દેવધા ગામે એક ક્રુઝર ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂનો કુલ રૂા. ૧,૦૫,૬૦૦ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. ૩,૫૮,૬૦૦નો મુદ્દામાલ સાથે બે ઈસમોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
ગત તા. ૨૧મી માર્ચના રોજ કતવારા પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે દેવધા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતી હતી તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ક્રુઝર ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને નજીક આવતાંની સાથે પોલીસે ક્રુઝર ફોર વ્હીલર ગાડીની ચારેય તરફથી ઘેરી લીધી હતી. ગાડીમાં સવાર મનોજભાઈ કનીયાભાઈ પરમાર (રહે. રાણાપુર, તા.ઝાબુરઆ, મધ્યપ્રદેશ) અને દિવાનભાઈ અનસીંગ મછાર (રહે. તા. રાણાપુર, જિ. ઝાબુઆ, મધ્યપ્રદેશ) ની પોલીસે અટકાયત કરી પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ. ૧૦૫૬ કિંમત રૂા. ૧,૦૫,૬૦૦ના પ્રોહી જથ્થા સાથે ઉપરોક્ત બંન્ને ઈસમોની વિરૂધ્ધ કતવારા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.