દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના હિન્દોલીયા ગામે મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં ત્રણ પૈકી બેના મોત : એકને ઈજા પહોંચી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૩

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના હિન્દોલીયા ગામે એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે હંકારી લાવી મોટરસાઈકલ સ્લીપ ખવડાવી દેતાં ૩ પૈકી બે જણાના મોત નીપજ્યાંનું જ્યારે એકને સારવાર અર્થે ખસેડાયાં હોવાનું જાણવા મળે છે.

ગત તા. ૨૧મી માર્ચના રોજ દેવગઢ બારીઆ તાલુકાના વિરોલ ગામે ડુંગર ફળિયામાં રહેતાં મહેશભાઈ રૂપાભાઈ વણકર પોતાના કબજાની મોટરસાઈકલ પર પ્રદિપભાઈ લક્ષ્મણભાઈ વણકર અને વિપુલભાઈ ભલાભાઈ વણકરને બેસાડી હિન્દોલીયા ગામેથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન મોટરસાઈકલની વધુ પડતી ઝડપના કારણે મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઈ હતી અને ત્રણેય જણા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં જેને પગલે મહેશભાઈ અને પ્રદિપભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમન નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન બંન્નેના મોત નીપજ્યાં હતાં જ્યારે વિપુલભાઈને શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચતાં તેઓ દવાખાનામાં સારવાર લઈ રહ્યાં છે.

આ સંબંધે દેવગઢ બારીઆ તાલુકાના વિરોલ ગામે ડુંગર ફળિયામાં રહેતાં દિલીપકુમાર નાનજીભાઈ વણકર દ્વારા પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: