વડોદરા ગુજરાત ગ્રામીણ બેંક નાદરવા દ્વારા મૃતકના પરિવારને બે લાખનો ચેક અર્પણ કર્યો. વાર્ષિક ૩૩૦ના પ્રિમિયમમાં ગરીબ ખેડૂત પરિવારને લાભ મળ્યો

રિપોર્ટર : ભુપેન્દ્ર વણકર

શહેરા તા.૨૩
પંચમહાલ ના શહેરા તાલુકાના નાંદરવા ખાતે આવેલ વડોદરા ગુજરાત ગ્રામીણ બેંક દ્વારા શહેરાના છોગાળા ગામે કુદરતી મૃત્યુ પામનાર પટેલિયા રણવત ભાઈ ગલાબ ભાઈના પરિવારને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા કવચ ના કારણે ગરીબ પરિવારને કપરા સમયે આર્થિક રીતે સહાયરૂપ બની રહે તે માટે બે લાખ રૂપિયાનો ચેક બેંક ખાતે પરિવારને અર્પણ કરવામાં આવ્યો હતો. રણવતભાઈ નું કુદરતી મૃત્યુ થતાં બ્રાંચ મેનેજર યશવંત જ્યોતિ લાલ વોરા અને કેશિયર સુરજસિંહ અને સમગ્ર સ્ટાફ દ્વારા મૃત્યુ પામનાર પરિવારના વારસદાર પટેલિયા વિરેન્દ્ર જયંતીભાઈ ને પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા અંતર્ગત સીધો લાભ મળે તે માટે પરિવારને નાંદરવા બેંક ખાતે બોલાવી બે લાખનો ચેક અર્પણ કર્યો હતો. ગ્રામીણ પરિવારો નું જીવનધોરણ સુધરે અને અકસ્માત કે કુદરતી મૃત્યુના સમયે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ગરીબ ખેડૂત પરિવારોને એક આર્થિક સહારો બની રહે તે માટે સરકારની આ યોજના ગરીબ પરિવારને યોગ્ય સમયે સહકાર રૂપ બનવા પામી હતી. નાંદરવા શાખાના બ્રાન્ચ મેનેજર યશવંતભાઈ ના જણાવ્યા મુજબ જે કોઈ ગરીબ પરિવાર વાર્ષિક રૂપિયા 330 માં પ્રીમિયમ ભરી શકે તે પરિવારને કુદરતી મૃત્યુ સમયે પણ આ વીમા યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર છે અને ગ્રામીણ લોકો ખેડૂતો આ યોજનાનો વધુ લાભ લે તે માટેની ખાસ ચર્ચા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: