દાહોદ જિલ્લામાં વનરક્ષકની પરીક્ષા સંદર્ભે જરૂરી આદેશો કરાયા : પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરના વિસ્તારમાં ઝેરોક્ષ મશીનનો ઉપયોગ કરી શકાશે નહી : પરીક્ષાર્થીઓ મોબાઇલ ફોન-ઇલેક્ટ્રોનિક સાધનો પરીક્ષા સ્થળે લઇ જઇ શકશે નહી

દાહોદ તા.૨૪

દાહોદ જિલ્લામાં આગામી તા. ૨૭ માર્ચે વનરક્ષક સવર્ગ ૩ ની પરીક્ષા યોજાનાર છે ત્યારે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એ.બી. પાંડોરે પરીક્ષા દરમિયાન ઝરોક્ષ સેન્ટરના સંચાલકો ઝેરોક્ષ મશીનનો દૂરઉપયોગ ના કરે તે માટે કેટલાંક આદેશો કર્યા છે.
તદ્દઅનુસાર, દાહોદ જિલ્લામાં જુદા જુદા પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરના ત્રિજયાના વિસ્તારમાં આવેલા ઝેરોક્ષ મશીનના સંચાલકો દ્વારા પરીક્ષાના સમય દરમિયાન ઝેરોક્ષ મશીનનો થતો દૂરઉપયોગ રોકવા સારૂં, ઉક્ત પરીક્ષાના સમય દરમિયાન સવારના ૧૧ વાગેથી બપોરના ૩ વાગ્યા સુધી ઝેરોક્ષ મશીનો, કોપીયર મશીનનો ઉપયોગ કરી શકાશે નહી. તેમજ આ સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રના ૧૦૦ મીટરના વિસ્તારમાં માઈક વગેરે પણ વગાડી શકાશે નહીં.
પરીક્ષાર્થીઓ પણ એ બાબતની ખાસ ચીવટ રાખે કે મોબાઇલ ફોન, ડિજિટલ ઘડીયાલ કે અન્ય કોઇ પણ ઇલેકટ્રોનિક સાધનો સાથે પરીક્ષા સ્થળે પ્રવેશી શકાશે નહી. આ હુકમ સરકારી કચેરીઓના ઝેરોક્ષ મશીનોને લાગુ પડશે નહી. આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે.

દાહોદ જિલ્લામાં વનરક્ષકની પરીક્ષા સંદર્ભે જરૂરી આદેશો કરાયા
૦૦૦
પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરના વિસ્તારમાં ઝેરોક્ષ મશીનનો ઉપયોગ કરી શકાશે નહી
૦૦૦
પરીક્ષાર્થીઓ મોબાઇલ ફોન-ઇલેક્ટ્રોનિક સાધનો પરીક્ષા સ્થળે લઇ જઇ શકશે નહી
૦૦૦

દાહોદ, તા. ૨૪ : દાહોદ જિલ્લામાં આગામી તા. ૨૭ માર્ચે વનરક્ષક સવર્ગ ૩ ની પરીક્ષા યોજાનાર છે ત્યારે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એ.બી. પાંડોરે પરીક્ષા દરમિયાન ઝરોક્ષ સેન્ટરના સંચાલકો ઝેરોક્ષ મશીનનો દૂરઉપયોગ ના કરે તે માટે કેટલાંક આદેશો કર્યા છે.
તદ્દઅનુસાર, દાહોદ જિલ્લામાં જુદા જુદા પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરના ત્રિજયાના વિસ્તારમાં આવેલા ઝેરોક્ષ મશીનના સંચાલકો દ્વારા પરીક્ષાના સમય દરમિયાન ઝેરોક્ષ મશીનનો થતો દૂરઉપયોગ રોકવા સારૂં, ઉક્ત પરીક્ષાના સમય દરમિયાન સવારના ૧૧ વાગેથી બપોરના ૩ વાગ્યા સુધી ઝેરોક્ષ મશીનો, કોપીયર મશીનનો ઉપયોગ કરી શકાશે નહી. તેમજ આ સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રના ૧૦૦ મીટરના વિસ્તારમાં માઈક વગેરે પણ વગાડી શકાશે નહીં.
પરીક્ષાર્થીઓ પણ એ બાબતની ખાસ ચીવટ રાખે કે મોબાઇલ ફોન, ડિજિટલ ઘડીયાલ કે અન્ય કોઇ પણ ઇલેકટ્રોનિક સાધનો સાથે પરીક્ષા સ્થળે પ્રવેશી શકાશે નહી. આ હુકમ સરકારી કચેરીઓના ઝેરોક્ષ મશીનોને લાગુ પડશે નહી. આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: