દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએધી કાશ્મીર ફિલ્મ નીહાળી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા. ૨૪
દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ૩૦૦ થી વધુ અગ્રણીઓ, કાર્યકર્તાઓએ ધી કાશ્મીર ફાઈલ જાેવા દાહોદ શહેરના સીમેના ઘરમાં ઢોલ નગારા સાથે પહોંચ્યાં હતાં અને ફિલ્મનો ખુબ વખાણ કરી ભારત માતાના નારા પણ લાગ્યાં હતાં.
ધી કાશ્મીર ફાઈલ ફિલ્મીને ભારત દેશ સહિત અન્ય દેશમાં પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં વર્ષ ૧૯૯૦ની સાલ દરમ્યાન કાશ્મીરો પંડિતો પર થયેલ અત્યાચારો પર આધારિત આ ફિલ્મ બનાવવામાં આવી છે. સમગ્ર દેશ સહિત દુનીયામાં આ ફિલ્મીને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ દાહોદ શહેરના સિનેમા ઘરમાં આ ફિલ્મ જાેવા ૩૦૦ થી વધુ કાર્યકર્તાઓ ફિલ્મ જાેવા ઉમટી પડ્યાં હતાં. દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શંકરભાઈ અમલીયા, ઉપ ઉપપ્રમુખ, દાહોદ નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ સહિત હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ ફિલ્મને નીહાળી હતી. આ ફિલ્મને જાેવા જતાં અને ફિલ્મ જાેયા બાદ બહાર આવતી વેળાએ ઢોલ નગારાના તાલે કાર્યકર્તાઓએ ભારત માતા કી જયના નારા, વંદે માતરમ્ના પણ નારા લગાવ્યાં હતાં અને સિનેમા ઘરમાં પણ ભારત માતા કી જયના નારા લાગ્યાં હતાં. દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શંકરભાઈ અમલીયાર દ્વારા આ ફિલ્મના ખુબ વખાણ કર્યાં હતાં અને જણાવ્યું હતું કે, દરેકે આ ફિલ્મી જાેવી જાેઈએ અને કાશ્મીરના પંડિતો પર થયેલ અત્યાચારોની સત્યતાને સમજવી જાેઈએ.