દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના બાટણપુરા ગામેથી પોલીસે એમ્યુલંશમાંથી રૂા. ૧.૩૧ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણની અટકાયત કરી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૪
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના બાટણપુરા ગામેથી પોલીસે એક એમ્બ્યુલંશમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા. ૧,૩૧,૦૪૦ના પ્રોહી જથ્થા સાથે એમ્બ્યુલંશ ગાડીની કિંમત મળી કુલ રૂા. ૪,૪૬,૦૪૦ના મુદ્દામાલ સાથે ચાલક સહિત ત્રણ જણાની અટક કર્યાંનું જાણવા મળે છે.
ગત તા. ૨૪મી માર્ચના રોજ ધાનપુર પોલીસને મળેલ બાતમીના આધારે બાટણપુરા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક એમ્બ્યુલંશ ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને એમ્બ્યુંલંશ ગાડીના ચાલક સુનીલભાઈ પાનસીંગભાઈ સંગાડીયા, સુરેશભાઈ સેવલાભાઈ બારીઆ અને અર્જુનભાઈ કરણસિંહ માવી (ત્રણેય રહે. અલીરાજપુર, મધ્યપ્રદેશ) નાઓની અટકાયત કરી એમ્બ્યુલંશ ગાડીની તલાસી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. એમ્બ્યુલંશ ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ. ૧૧૫૨ કિંમત રૂા. ૧,૩૧,૦૪૦ના પ્રોહી જથ્થા સાથે એમ્બ્યુલંશ ગાડીની કિંમત મળી કુલ રૂા. ૪,૪૬,૦૪૦નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરૂધ્ધ ધાનપુર પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.