દાહોદમાં બપોર બાદ મેઘરાજા મનમુકીને વરશયા

દાહાદ તા.૧૯
દાહોદ શહેરમાં છેલ્લા બે – ત્રણ દિવસથી મેઘરાજાએ વિરામ લીધા બાદ આજે ફરી બપોર બાદ મેઘરાજા મનમુકીને વરસતા ૨ કલાકમાં આશરે ૩ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી છવાઈ ગયા હતા. રસ્તાઓ,નદી,તળાવોમાં પાણીનો જળસંગ્રહ જાવા મળ્યો હતો ત્યારે નીચાળવાળા વિસ્તારોમાં મહદઅંશે પાણી ફરી વળ્યા હતા. દાહોદ જિલ્લામાં આજે કુલ ૮૨ મીમી વરસાદ નોંધાવા પામ્યો હતો.
ગત સપ્તાહ દરમ્યાન ૮ ઈંચ વરસાદથી દાહોદ શહેર અસરગ્રસ્ત થયુ ગયુ હતુ ત્યાર બાદ મેઘરાજાએ વિરામ લેતા સૌ કોઈ હવે વરસાદ આવો નહીં વરસે તેવી આશા સાથે સમય વિતતો હતો પરંતુ છેલ્લા બે – ત્રણ દિવસથી સુર્યનારાણયના દર્શન થતાં અને ગરમી અને બફારાથી લોકો પરેશાન પણ થતાં હતા ત્યારે આજરોજ બપોરના ૧૨ થી ૨ના સમયગાળા દરમ્યાન વિજળીના કડાકા અને ધડાકા સાથે ધનઘોર વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ પુનઃ દાહોદ શહેરમાં ધમાકેદાર એન્ટ્રી કરતા બે કલાકમાં આશરે ૩ ઈંચ વરસાદ ખાબકી પડ્યો હતો. ધમધોકાર વરસાદના પગલે રસ્તાઓ વરસાદી પાણીથી છવાઈ ગયા હતા. આર.ટી.ઓ.ઓફિસ, બસ સ્ટેશન વિસ્તાર જેવા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા તે ઉપરાંત નીચાળવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. બપોર ૨ વાગ્યા બાદ ઝરમરઝરમ વરસાદ ચાલુ રહ્યો હતો. દાહોદ જિલ્લાની વાત કરીએ તો બપોરના ૧૨ થી ૨ના સમયગાળા દરમ્યાન દાહોદ જિલ્લામાં કુલ ૮૨ મીમી વરસાદ પડી ગયો હતો. આમ, મેઘરાજાએ પુનઃ દાહોદમાં આગમન કર્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: