દાહોદના બે વ્યક્તિઓની ગુજરાત પ્રદેશ ભારતીય મતદાતા મહાસંઘના મંત્રી તથા દાહોદ જિલ્લા ભારતીય મતદાતા મહાસંઘ મા મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી
દાહોદ તા.28
ભારતીય મતદાતા મહાસંઘ સાથે ચર્ચા – વિચારણા બાદ દાહોદના બે વ્યક્તિઓને ગુજરાત પ્રદેશ ભારતીય મતદાન મહાસંઘના મંત્રી તથા દાહોદ જિલ્લા ભારતીય મતદાતા મહાસંઘ મા મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવતા સૌ કોઈને શુભેચ્છાઓ પાઠવી હતી અને તમામમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી.
દિલ્હી ખાતે ભારતીય મતદાન મહાસભાની કાર્યકારણી યોજાઇ હતી જેમાં ભારતીય મતદાતા મહાસંઘ રાષ્ટ્રપ્રમુખ શ્રીરામ આશરે સાથે ચર્ચા – વિચારણા બાદ ગુજરાત પ્રદેશ ભારતીય મતદાતા મહાસંઘના પ્રમુખ આશિષ પટેલ તથા ગુજરાત પ્રદેશ ભારતીય મતદાતા મહાસંઘના મહામંત્રી સુભાષ એલાણી દ્વારા દાહોદના સામાજિક કાર્યકર તથા પત્રકાર શ્રી સાબીરભાઈ શેખ ની ગુજરાત પ્રદેશ ભારતીય મતદાન મહાસંઘના મંત્રી તરીકે તથા ભરતભાઈ ગોલાણી દાહોદ જિલ્લા ભારતીય મતદાતા મહાસંઘ મા મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે.