બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે કલેક્ટરશ્રી અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ જિલ્લાના સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોની રૂબરૂ મુલાકાત લીધી : વિદ્યાર્થીઓ શાંત માહોલમાં પરીક્ષા આપી શકે એ માટે કરવામાં આવેલી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું


દાહોદ તા. ૨૯
દાહોદ જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસરે પરીક્ષાના પ્રથમ દિવસે જ જિલ્લાના સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોની રૂબરૂ મુલાકાત લઇને વિદ્યાર્થીઓ શાંત માહોલમાં પરીક્ષા આપી શકે એ માટે કરવામાં આવેલી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.
કલેક્ટર ડો. ગોસાવી અને એસપીશ્રી જોયસરે જિલ્લાની રૂવાબારી, પીપલોદ ખાતેની તેમજ મોડલ સ્કુલ લીમખેડાની મુલાકાત લીધી હતી. તેમણે અહીં કરવામાં આવેલી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. વિદ્યાર્થીઓને યોગ્ય વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જાહેર કરવામાં આવેલા સરકારના નિયમોનું યોગ્ય રીતે પાલન થાય છે તે માટેની તેમણે ખાતરી કરી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ મળી રહી છે તે બાબતની પણ પૃષ્ટિ કરી હતી. પરીક્ષા કેન્દ્રો ખાતે કરવામાં આવેલી વ્યવસ્થા અંગે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ વેળાએ દેવગઢ બારિયા ચીફ ઓફિસર શ્રી વિજયભાઇ ઇટાલીયા, લીમખેડા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્ર દેવધા,સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

