પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના સાથે સંકળાયેલા રસોઇયાઓની રસોઇ સ્પર્ધા યોજાઇ : સ્પર્ધાનો ઉદ્દેશ બાળકોને પોષણ સાથે સ્વાદિષ્ટ ભોજન આપવાનો છે

દાહોદ તા. ૨૯

શાળામાં આવતા બાળકોને પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના – મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ભોજન આપવામાં આવે છે. બાળકોને ન કેવળ પોષક ભોજન મળે પરંતુ તે સ્વાદિષ્ટ હોય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લામાં આ યોજના સાથે સંકળાયેલા સંચાલકો, રસોઇયા-મદદનીશની રસોઇ સ્પર્ધા તાલુકા કક્ષાએ યોજાઇ હતી. આ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ વિજેતા થયેલા રસોઇયાઓની સ્પર્ધા આજે દાહોદની ભાઠીવાડા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોજાઇ હતી. આ સ્પર્ધાનો ઉદ્દેશ બાળકોને પોષક ભોજનની સાથે સ્વાદિષ્ટ ભોજન પણ મળે તેનો છે તેમ દાહોદના મધ્યાહન ભોજન યોજનાના નાયબ કલેક્ટર શ્રી ફાલ્ગુન પંચાલએ જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!