દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામેથી પોલીસે રૂા. ૧.૬૨ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ગાડી મળી કુલ રૂા. ૪.૬૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યાં : ચાલક સહિત ૧૨ ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધાંયો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામેથી પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાંથી રૂા. ૧,૬૨,૧૦૦ના વિદેશી દારૂના જથ્થા સાથે ગાડીના ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે જ્યારે અન્ય મહિલા સહિત ૧૧ ઈસમો વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગતરોજ ધાનપુર પોલીસને મળેલ બાતમીના આધારે ખજુરી ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ફોર વ્હીલર ગાડી નજીક આવતાંની સાથે પોલીસે તેને ચારેય તરફથી ઘેરી લીધી હતી અને ગાડીમાં સવાર ચાલક કમલેશભાઈ કનુભાઈ ડામોર (રહે. ઘુટીયા, નિશાળ ફળિયું, તા.લીમખેડા, જિ.દાહોદ) નાને પોલીસે અટકાયત કરી તેની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે ગાડીની તલાસી લેતાં પોલીસે ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ. ૧૨૧૦ કિંમત રૂા. ૧,૬૨,૧૦૦ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. ૪,૬૬,૧૦૦નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ઝડપાયેલ ચાલકની પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો પીયુશભાઈ મનુભાઈ સંગોડ (રહે. ખડદા, તા.ધાનપુર, જિ.દાહોદ), અર્જુનભાઈ સેવલાભાઈ મીનામા, નારણભાઈ સેવલાભાઈ મીનામા (બંન્ને રહે. સામલાકુંડ, તા.ભાભરા, જિ. અલીરાજપુર, મધ્યપ્રદેશ), અરવિંદભાઈ કનુભાઈ ડામોર (રહે. ઘુટીયા, નિશાળ ફળિયા), રાકેશભાઈ રમેશભાઈ રાવત (રહે. કુણધા, બાજીપુરા ફળિયું), વિનુભાઈ રાજુભાઈ મીનામા (રહે. ટીમ્બા), શૈલેષભાઈ ભુરીયા (રહે. વીસલંગા), કનુભાઈ ચૌહાણ (રહે. બડવીયુ ફળિયું), સંજયભાઈ (રહે. પાલ્લી, લીમખેડા), નરેશભાઈ નારણભાઈ સંગાડા (રહે. હાથીધરા) અને જીણીબેન ભારતભાઈ ચૌહાણ (રહે. કુણધા, તા. લીમખેડા, જિ.દાહોદ) નાઓની મદદથી વિદેશી દારૂની હેરાફેરી કરતો હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરતાં ધાનપુર પોલીસે ઉપરોક્ત ૧૨ ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.