ઝાલોદ નગરમાં આવેલ વરોડ ટોલનાકા પર ભાવ વધારા ના સંકેત

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૩૦

 ઝાલોદ અને લીમડી ની વચ્ચે આવેલ વરોડ ટોલનાકા પર હાલ જે ચાર્જ વસુલવામાં આવે છે તેનામાં સાંભળવા મળે છે તે અનુસાર 10% નો ભાવ વધારો આવી રહેલ છે, દેશમાં હાલ પેટ્રોલ,ડીઝલ,સી એન જી દરેકે રીતે ભાવ વધારો હાલ નો વપરાશકાર કરી રહ્યો છે તેમાં દાહોદ જિલ્લા ની હાઈવે ઓથોરીટી દ્વારા લગભગ 1 એપ્રિલ થી ભાવ વધારા ના સંકેત જોવા મળે છે, હવે આ ટોલનાકા  થી નીકળતા ગ્રાહકને વધારાનો ચાર્જ ચૂકવવો પડશે સામાન્ય પ્રજા હાલ દરેક ક્ષેત્રે ભાવ વધારાનો સામનો કરે છે આમ હાલ અલગ અલગ ક્ષેત્રે ભાવ વધારાથી પ્રજા હાલત કફોડી જોવા મળે છે, 1 એપ્રિલ થી વરોડ ટોલનાકા પર થી નીકળતા વાહન ને 10% જેટલો તોતિંગ વધારાનો સામનો કરવો પડશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!