દાહોદના સિંધી સમાજમાં ચેટીચંદ પર્વની ઉજવણી કરવા ધનગનાટ : દાહોદમાં ચેટીચંદ પર્વની ધામધુમથી ઉજવણી થશે : ભવ્ય શોભાયાત્રા પણ નીકળશે
દાહોદ તા.૦૧
ચેટીચંદ પર્વની તારીખ ૨જી એપ્રિલના રોજ દાહોદ શહેરમાં સિંધી સમાજ દ્વારા ધામધુમથી ઉજવણી થનાર છે. સિંધી સમાજ દ્વારા શ્રી ભગવાન ઝુલેલાલની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવનાર છે. સિંધી સમાજ દ્વારા ચેટીચંદ પર્વની ઉજવણીના ભાગરૂપે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુક્યો છે.
તારીખ ૨ એપ્રિલને શનિવારના રોજ દાહોદ શહેરમાં સિંધી સમાજ, સિંધી શક્તિ ગ્રૃપ અને શ્રી સ્વામી લીલાશાહ સિંધી સમાજ નવયુવક મંડળ, દાહોદ દ્વારા ચેટીચંદ પર્વની ધામધુમથી ઉજવણી કરનાર છે. શ્રી ભગવાન ઝુલેલાલની શોભાયાત્રા સાંજે ૪ કલાકે દર વર્ષની જેમ આ વર્ષે પણ દાહોદ શહેરની આત્મનંદ સોસાયટી લક્ષ્મી મીલ, રેલ્વે સ્ટેશન રોડ, સિંધી સોસાયટી થઈ જુના કોર્ટ થી નગરપાલિકા, ભગીની સમાજ થઈ દેસાઈવાડ ચોક, છાબ તળાવ પર રાત્રે ૧૦.૩૦ કલાકે પુજા વિધી થનાર છે. આ પહેલા પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે જેમાં શ્રી ઝુલેલાલ ભગવાનની પુજા સવારે ૮ કલાકે, હાજરી સવારે ૯.૩૦ કલાકે, નાસ્તો સવારે ૧૦ કલાકે, શ્રી ભેરાણા સાહેબની પુજા સવારે ૧૧.૦૦ કલાકે, મહા આરતી સવારે ૧૧.૩૦ કલાકે, પ્રસાદી (ભંડારો) બપોરના ૧૨.૦૦ થી ૨.૩૦ કલાક સુધી રાખવામાં આવેલ છે. આ ઉપરાંત આજરોજ તારીખ ૧ એપ્રિલના રોજ જલસો નવા વર્ષનો ભેરાણા સાહેબ રાત્રે ૯.૩૦ કલાકે, આતીશબાજી રાત્રે ૧૨.૦૦ કલાકે કરવામાં આવી હતી. દાહોદ સિંધી સમાજ દ્વારા ચેટીચંદ પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવા થનગનાટ પણ જાેવા મળ્યો હતો. ચેટીચંદ પર્વ નિમિત્તે દાહોદ શહેર સહિત જિલ્લામાં મોટા ભાગના સિંધી સમાજ દ્વારા ચેટીચંદ પર્વ નિમિત્તે પોતાના વેપારીઓ પોતાના રોજગાર, ધંધા બંધ રાખનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.