પેન્શન યોજના મામલે દાહોદ જિલ્લાના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી દાહોદ જિલ્લા પંચાયત ખાતે પ્રદર્શન કર્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૧
જિલ્લા પંચાયત દાહોદ તથા દાહોદ , ગરબાડા , ઝાલોદ , ફતેપુરા , સંજેલી , સિંગવડ , દેવ.બારીઆ , લિમખેડા , ધાનપુર તાલુકાના તમામ કર્મચારીઓ તથા રાજ્યના તમામ સંવર્ગના કર્મચારીઓએ કાળીપટ્ટી ધારણ કરી કચેરીમાં ૧૫ મિનિટ પહેલાં પહોંચી કામગીરી શરૂ કરતાં પહેલાં કચેરી પરિસરમાં સામુહિક રીતે એકત્ર થઇ ર ( બે ) મિનિટ મૌન રાખ્યા બાદ જૂની પેન્શન યોજના શરૂ કરવા માટેના સૂત્રોચ્ચાર કરવામાં આવેલ . દેશની અન્ય રાજય સરકારો દ્વારા જુની પેન્શન યોજના અમલી બનાવવામાં આવેલ છે તે જ રીતે જો ગુજરાત સરકાર દ્વારા જુની પેન્શન યોજના અમલમાં લાવવામાં આવે તેવી માંગણી છે . જે સરકારશ્રી દ્વારા સ્વીકારવામાં નહિ આવે ત્યાં સુધી તબકકા વાર અન્ય કાર્યક્રમો દ્વારા રજુઆત કરવામાં આવશે . ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા , ગુજરાત રાજ્ય પંચાયત સેવા કર્મચારી મહામંડળ તેમજ NOPRUF GUJARAT દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે ક્રમશઃ આંદોલન શરૂ કરવાની યોજના બનાવવામાં આવેલ છે જેના ભાગ રૂપે ૧ લી એપ્રિલ ૨૦૨૨ ના રોજ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા સાથે જોડાયેલ તમામ મંડળો દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવેલ છે . ઉપરાંત દરેક કર્મચારી ૧ લી એપ્રિલ ૨૦૨૨ ના રોજ નિયત સમય કરતાં ૧૫ મિનિટ વધારે કચેરીમાં હાજર રહી કામગીરી કરશે .