દાહોદ અને ઝાલોદ નગરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચંદ પર્વનિ ધામધુમથી ઉજવણી કરવામાં આવી
રિપોર્ટર : ગગન સોની, પંકજ પંડિત




દાહોદ તા.02
ચેટીચંદ પર્વની આજે દાહોદ શહેરમાં સિંધી સમાજ દ્વારા ધામધુમથી ઉજવણી કરી હતી. સિંધી સમાજ દ્વારા શ્રી ભગવાન ઝુલેલાલની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવલી હતી. શોભાયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી હતી. શોભાયાત્રાએ વિશેષ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું.
તારીખ ૨ એપ્રિલને શનિવારના રોજ દાહોદ શહેરમાં સિંધી સમાજ, સિંધી શક્તિ ગ્રૃપ અને શ્રી સ્વામી લીલાશાહ સિંધી સમાજ નવયુવક મંડળ, દાહોદ દ્વારા ચેટીચંદ પર્વની ધામધુમથી ઉજવણી કરી હતી. શ્રી ભગવાન ઝુલેલાલની શોભાયાત્રા સાંજે ૪ કલાકે દર વર્ષની જેમ આ વર્ષે પણ દાહોદ શહેરની આત્મનંદ સોસાયટી લક્ષ્મી મીલ, રેલ્વે સ્ટેશન રોડ, સિંધી સોસાયટી થઈ જુના કોર્ટ થી નગરપાલિકા, ભગીની સમાજ થઈ દેસાઈવાડ ચોક, છાબ તળાવ પર રાત્રે ૧૦.૩૦ કલાકે પુજા વિધી થઈ હતી. આ પહેલા પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે જેમાં શ્રી ઝુલેલાલ ભગવાનની પુજા સવારે ૮ કલાકે, હાજરી સવારે ૯.૩૦ કલાકે, નાસ્તો સવારે ૧૦ કલાકે, શ્રી ભેરાણા સાહેબની પુજા સવારે ૧૧.૦૦ કલાકે, મહા આરતી સવારે ૧૧.૩૦ કલાકે, પ્રસાદી (ભંડારો) બપોરના ૧૨.૦૦ થી ૨.૩૦ કલાક સુધી રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત તારીખ તારીખ ૧ એપ્રિલના રોજ જલસો નવા વર્ષનો ભેરાણા સાહેબ રાત્રે ૯.૩૦ કલાકે, આતીશબાજી રાત્રે ૧૨.૦૦ કલાકે કરવામાં આવી હતી. દાહોદ સિંધી સમાજ દ્વારા ચેટીચંદ પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવા થનગનાટ પણ જાેવા મળ્યો હતો. ચેટીચંદ પર્વ નિમિત્તે દાહોદ શહેર સહિત જિલ્લામાં મોટા ભાગના સિંધી સમાજ દ્વારા ચેટીચંદ પર્વ નિમિત્તે પોતાના વેપારીઓ પોતાના રોજગાર, ધંધા બંધ રાખ્યાં હતાં.
હિન્દુ નવવર્ષ એટલે કે વિક્રમ સંવત નો શુંભારંભ, સિંધી સમાજ ના આરાધ્ય દેવ ઝુલેલાલ ભગવાન નો જન્મદિવસ છે આ દિવસ ને સિંધી સમાજ ના લોકો દ્વારા ચેટીચંદ ના દિવસ તરીકે ઉજવે છે , ભગવાન ઝુલેલાલ નો જન્મ સિંધ પ્રાંતના નસરપુર નગરમા રતનરાયના ઘરે માતા દેવકી ના ગર્ભ દ્વારા ઉદયચંદ્ર ના રૂપે અવતાર લીધો હતો અને પાપિયોનો નાશ કરી ધર્મની રક્ષા કરી હતી, ભગવાન ઝુલેલાલ ને જળના દેવ તરીકે પણ ઓળખવામાં આવે છે,ભગવાન ઝુલેલાલ ને જે મંત્રો થી જપ કરવામાં આવે છે તેને લાલ સાઈ જા પંજીડા કહે છે
આજ રોજ ઝાલોદ નગર મા સિંધી પરિવાર દ્વારા પોતાના વ્યવસાય બંધ રાખી ભગવાન ઝુલેલાલ ના જન્મોત્સવમા જોડાયા હતા ,આજ રોજ સૌ સિંધી સમાજ ના લોકો એક બીજાને ચેટીચંદના તહેવાર ની શુભકામનાઓ આપતા હતા, સિંધી સમાજ દ્વારા ઝુલેલાલ મંદીરને રોશનીથી સજાવી દેવામાં આવેલ હતું,આજ સવારે દરેક લોકો મંદિરે દર્શન કરવા આવતા જતા હતા અને જય ઝુલેલાલ કહી નવાંવર્ષના વધામણાં કરતા જોવા મળતા હતા ,સિંધી સમાજ દ્વારા આખાં દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલ હતા જેમાં સવારે મહાઆરતી, ત્યાર બાદ સિંધી ભજનો કરાયા, બપોરે વિવિધ જાતની સ્પર્ધા રાખવામાં આવી હતી, સાંજે ભગવાન ઝુલેલાલની ભવ્ય યાત્રા આખાં નગર મા ફરી હતી અને છેલ્લે બધાં સિંધી સમાજ ના સભ્યો મહાપ્રસાદ લઇ છૂટા પડ્યા હતા
કોરોના ના 2 વર્ષ પછી ખૂબ જ ધામધૂમ પૂર્વક તહેવાર ઉજવવા મા આવેલ હતો સિંધી સમાજ ના લોકો મા એક અનેરો ઉત્સાહ જોવા મળેલ હતો, છેલ્લે ઝાલોદ સિંધી સમાજના પ્રમુખ કનુભાઈ ઠક્કર દ્વારા સિંધી સમાજના લોકોનો આભાર પ્રગટ કર્યો હતો અને જય ઝુલેલાલ કહી સૌ સિંધી ભાઈ બહેનો છૂટા પડ્યા હતા

