ઝાલોદ નગરમાં હિન્દુ નવવર્ષના પર્વની ઉજવણી કરવામાં આવી
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૨
ઝાલોદ નગરમાં વિક્રમ સંવત 2079 ને હિન્દુ સમાજ દ્વારા ધામધૂમ પૂર્વક ઉજવવા મા આવ્યો, આખા નગરમા હિન્દુ સમાજ ના ઘરો દીવા અને રોશની થી શણગારવામાં આવેલ હતા દરેક હિન્દુ વર્ગ એક બીજા ને ભેટી હિન્દુ નવવર્ષની શુભકામનાઓ પાઠવતા હતા , ઝાલોદ નગર આજરોજ ભગવા ધ્વજ થી લહેતાતો જોવા મળતો હતો દરેક હિન્દુ સંગઠનો દ્વારા હિન્દુ નવવર્ષ ને ઉજવવા આગોતરું આયોજન કરવામાં આવેલ હતું
આજના દિવસેજ સૂર્યોદય થી બ્રહ્માજી દ્વારા શ્રુષ્ટિની રચના કરવામાં આવી હતી, સમ્રાટ વિક્રમાદિત્ય દ્વારા આજના દિવસેજ રાજ્ય નું સ્થાપન કર્યું હતું અને તેમના નામ પર જ વિક્રમ સંવત ચાલુ થાય છે, ભગવાન શ્રી રામનો રાજ્યભીષેક આજ ના દિવસે જ થયો હતો, શક્તિ અને ભક્તિ નું પ્રતિક નવરાત્રિ પણ આજના દિવસ થી જ ચાલુ થાય છે, સ્વામી વિવેકાનંદ દ્વારા આજના દિવસે જ આર્ય સમાજની સ્થાપના કરી હતી, ભગવાન ઝુલેલાલનો જન્મ આજના દિવસેજ થયો હતો, યુધિષ્ઠિર નું રાજ્યભીષેક આજના દિવસેજ થયો હતો, મહર્ષિ ગૌતમ ઋષિનો જન્મ આજના દિવસેજ થયો હતો, આમ હિન્દુ નવવર્ષ નો આ દિવસ પ્રાચીન ઇતિહાસથી જોડાયેલ છે અને આજના દિવસ થી કોઈ પણ શુભ કાર્ય વગર મુહૂર્ત થી થાય છે, વિક્રમ સંવંતના આ મહિનાને તહેવારોના મહિના તરીકે ઓળખાય છે
ઝાલોદ નગરમા વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મંદિરો મા મહાઆરતી યોજવામાં આવેલ હતી , ત્યાર બાદ ફટાકડા ફોડી હિન્દુ નવવર્ષ નું સ્વાગત કરાયું હતું, આમ દરેક હિન્દુ સમાજ પ્રોગ્રામમાં જોડાઈ સમગ્ર પ્રોગ્રામને સફળ બનાવવામાં આવેલ હતું

