આરોગ્ય અધિકારી, કર્મચારીઓની રજૂઆતને પગલે તાત્કાલિક આરોગ્ય મંત્રીને ભલામણ કરતાં દંડક રમેશભાઈ કટારા : કોરોના મહામારીમાં જીવના જોખમે રજાના દિવસોમાં પણ આરોગ્યકર્મી ઓએ સેવા આપી હતી : પડતર પ્રશ્નો બાબતે કાર્યવાહી કરવા મંત્રી ઋષિકેશ પટેલ અને નિમિષાબેન સુથારને ભલામણ પત્ર લખ્યો
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૭

દાહોદ જીલ્લા સહિત રાજ્ય માં આરોગ્ય વિભાગ ના અધિકારીઓ અને કર્મચારીઓ પડતર પ્રશ્નો ને લઈ હડતાળ પર ઉતર્યા છે. અને માંગણીઓ સરકાર દ્વારા પૂરી કરવામાં આવે તે બાબતે આરોગ્ય અધિકારી ઓ એ દંડક અને ફતેપુરા ના ધારાસભ્ય રમેશભાઈ કટારા ને આવેદન પત્ર આપ્યું હતું.જેમાં પડતર પ્રશ્નો તાત્કાલિક હલ કરવા માટે કાર્યવાહી કરવા ગુજરાત સરકાર ના દંડક રમેશભાઈ કટારા એ આરોગ્ય કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય મંત્રી નિમિષા બેન સુથાર ને પત્ર લખી કાર્યવાહી કરવા ભલામણ કરી હતી. કોરોના મહામારી માં આરોગ્ય કર્મીઓએ પોતાની અને પરિવાર ની પણ ચિંતા કર્યા વગર જીવ ના જોખમે સેવા આપી હતી. જેમાં સરકાર દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. જેથી આરોગ્ય અધિકારી અને કર્મચારીઓની પડતર પ્રશ્નો ને ધ્યાને લઇ નિરાકરણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

