દાહોદ જિલ્લાના ૫૦૦૦ થી વધુ શિક્ષકો દ્વારા જુની પેન્શન યોજના પુનઃ શરૂં કરવા ધરણા યોજ્યાં : રેલી કાઢી આવેદનપત્ર આપ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૯
રાજ્યમાં નવી પેન્શન યોજનાને સ્થાને જુની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા માટે દાહોદ જિલ્લાના ૫૦૦૦ થી વધુ શિક્ષકો દાહોદ કલેક્ટર કચેરી બહાર ધરણા કરી રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
૨૨ ડિસેમ્બરના રોજ ૨૦૦૩ના રોજ જારી કરાયેલ નવી પેન્શન યોજનાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. જુની પેન્શન યોજના પુનઃ શરૂં કરવામાં આવે તેવી શિક્ષકો અને કર્મચારીઓની માંગ છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ શિક્ષકો અને કર્મચારીઓએ આ પેન્શન યોજનાનો ભારે વિરોધ દર્શાવ્યો હતો. ગતરોજ દાહોદ જિલ્લાના ૫૦૦૦ થી વધુ શિક્ષકો અને કર્મચારીઓએ જુની પેન્શન યોજના પુનઃ શરૂં કરવા માટે દાહોદ શહેરમાં કલેક્ટર કચેરી બહાર ધરણા યોજી, હાથમાં વિવિધ બેનરો લઈ ભારે વિરોધ દર્શાવ્યો હતો અને રેલી પણ કાઢવામાં આવી હતી ત્યાર બાદ દાહોદ જિલ્લા કલેક્ટરને આ મામલે આવેદનપત્ર પણ સુપ્રત કર્યું હતું જાે સરકાર દ્વારા પોતાની માંગ ન સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં ગાંધીનગર સુધી ધરણા સહિતના કાર્યક્રમો પણ યોજવાની અને ગાંધી ચિન્ધ્યા માર્ગે જવાની ચીમકી પણ દાહોદ જિલ્લાના શિક્ષકો અને કર્મચારીઓએ ઉચ્ચારી હતી.