દાહોદ તાલુકાના ટાંડા ગામે એક ફાઈનાન્સ લીમીટેડ કંપની નો કર્મચારી લુટાયો
દાહોદ તા.૨૨
દાહોદ તાલુકાના ટાંડા ગામે એક ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં એક ફાઈનાન્સનો કર્મચારી પોતાની સાથે ફાઈનાન્સના ઉઘરાણીના પૈસા કુલ રૂ.૧,૭૪,૩૧૩ રોકડા લઈ પસાર થતો હતો તે સમયે લુંટના ઈરાદે આવેલા ચાર જેટલા લુંટારૂઓએ આ કર્મચારીને રોકી રોકડા રૂપીયા ભરેલ બેગ લઈ નાસી ગયા હતા. આ સંબંધે લુંટનો ભોગ બનેલ વ્યક્તિ અે કતવારા પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે તપાસનો દૌર શરૂ કરતાં ચાર પૈકી એકને ઝડપી પાડવામાં પોલિસને સફળતા મળી છે.
મુળ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં મોલારા ગામે રહેતા અને હાલ દાહોદ શહેરના સહકારનગરમાં રહેતા અને એક ફાઈનાન્સ લીમીટેડ કંપનીમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા જયેશકુમાર પારસીંગભાઈ દામા ગત તા.૨૦.૦૯.૨૦૧૯ના રોજ પોતાની મોટરસાઈકલ લઈ મહિલા મંડળના કલેક્શનના રોકડા રૂ.૧,૭૪,૩૧૩ તેમજ વિગેરે અગત્યના ડોક્યુમેન્ટ એક બેગમાં ભરી દાહોદ તાલુકાના ટાંડા ગામેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે તે સમયે લુંટના ઈરાદે આવેલ પંકેશભાઈ કશનભાઈ સંગાડા, શંકરભાઈ મંગાભાઈ સંગાડા, નકેશભાઈ દુબળાભાઈ સંગાડા (ત્રણેય રહે.વાંદરીયા ફળિયુ, તા.જી.દાહોદ) અને ભગાભાઈ કાળીયાભાઈ માલીવાડ (રહે.આગાવાડા, માલીવાડ ફળિયુ, તા.જી.દાહોદ) નાઓએ જયેશકુમારને રસ્તામાં રોકી બાનમાં લઈ તેઓની પાસેની રોકડ રૂપીયા ભરેલ બેગ લઈ લુંટારૂઓ નાસી ગયા હતા. જયેશકુમારે આ બાબતે કતવારા પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે તપાસનો દોર શરૂ કર્યાે હતો અને ઉપરોક્ત ચાર પૈકી ભગાભાઈ કાળીયાભાઈ માલીવાડને પોલિસે ઝડપી પાડ્યો હતો.
આ સંબંધે જયેશકુમાર પારસીંગભાઈ દામાએ કતવારા પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.