ઝાલોદ નગરના વણકતળાઈ હનુમાનજી મંદિરે શિખરની પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૧
ઝાલોદ નગરના વણકતળાઈ હનુમાનજી મંદિર ખાતે તારીખ 12-04-2022 થી 14-04-2022 સુધી શિખરની પ્રતિષ્ઠા મહોત્સવ તથા કાળશ ધજા દંડના પ્રત્યારોપણ નિમિત્તે પંચકુંડી યજ્ઞ નું આયોજન કરવામાં આવેલ છે
જેમાં ( 1 ) શ્રી શિવાલય ( 2 ) શ્રી અંબે માતા ( 3 ) શ્રી જલારામ બાપા ( 4 ) શ્રી શ્યામ બાબા આ ચારેય મંદિરો પર શિખર પ્રતિષ્ઠા મહોત્સવ અને કળશ ધજા દંડનો મહોત્સવ રાખવામાં આવેલ છે અને 14 તારીખે હવનની પૂર્ણાહુતિ કરવામાં આવનાર છે