દાહોદ શહેર અને જિલ્લામાં મહાવીર સ્વામી ભગવાનની જન્મ જયંતિ ની ભવ્ય ઊજવણી જૈન સમાજ દ્વારા કરવામાં આવી હતી
દાહોદ તા.૧૪
મહાવીર જયંતિ એટલે જીનસાસન ના ચોવીસમાં તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામી ભગવાન ની જન્મ જયંતિ આ પ્રસંગે દાહોદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા વેહલી સવારે દાહોદ હનુમાન બઝાર સ્થિત શ્રિચિંતમળી પાર્શ્વનાથ દેરાસર ખાતે વેહલી સવારે શ્રી મહાવીર સ્વામી ભગવાન ની પ્રક્ષાલ પૂજા, કેસર્પુજા કરવામાં આવી હતી ત્યારબાદ સ્નાત્ર પૂજા ભણાવવામાં આવી હતી અને ત્યારબાદ ત્યાંથી ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રા દોલતગંજ બઝાર, નગર પાલિકા ચોક એમ.જી રોડ થઈ નેતાજી બઝાર થી પરત મંદિરે પહોંચી હતી. ત્યાં ભક્તો ની ઉપસ્થિતિમાં પૂજા ભણાવાય હતી અને પૂજા બાદ સર્વ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘનું સ્વમિવાત્સલ દાહોદ શ્રીસિમંધર સ્વામી જૈન દેરાસર ઇન્દોર હાઈવે ઉપર રાખવામાં આવ્યું હતું અને કોરોના ના કપ્રા કાળ બાદ યોજાયેલ આ કાર્યક્રમ તમામ જૈન લોકોએ ધામધૂમ થી ઉજવ્યો હતો