દાહોદ બસ સ્ટેશનમાં બસમાં સીટ રોકવા માટે ઉતાવળે ચાલુ બસમાં ચડતી ઘડીએ બસ નુ ટાયર દાહોદ બસ સ્ટેશનમાં બસમાં સીટ રોકવા માટે ઉતાવળે ચાલુ બસમાં ચડતી ઘડીએદાહોદ બસ સ્ટેશનમાં બસમાં સીટ રોકવા માટે ઉતાવળે ચાલુ બસમાં ચડતી ઘડીએમુસાફરના પગ પર ફરી વળયુ
દાહોદ બસ સ્ટેશનમાં બસમાં સીટ રોકવા માટે ઉતાવળે ચાલુ બસમાં ચડતી ઘડીએ મુસાફરનો પગ લપસતા બસના તોતીગ વહીલ મુસાફરના પગ પર ફરી વળતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી. ઉપરોક્ત બનાવ બાદ સ્થાનિક લોકોએ ૧૦૮ મારફતે ઇજાગ્રસ્ત મુસાફરને સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર સંતરામપુર તાલુકાના રહેવાસી ચંદ્રકાંત ભાટિયા તેમની પત્ની જોડે દાહોદ પોતાની સાસરીમાં કોઈ કામ અર્થે આવ્યા હતા અને પોતાનું કામ પતાવી ઢળતી સાંજે પરત સંતરામપુર જવા માટે બસ સ્ટેન્ડ પર આવ્યા હતા તે સમયે દાહોદ વીરપુર બસનો ચાલક બસને રીવર્સ માં પ્લેટફોર્મ પર પાર્ક કરી રહ્યા હતો તે વેળાએ બસમાં સીટ રોકવાની ઉતાવળે ચંદ્રકાન્તભાઈ ચાલુ બસે ચઢવા જતા તેમના પગ બસના તોતિંગ વહીલ નીચે આવી જતા ચંદ્રકાન્તભાઈ ના પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ બસનો ચાલક બસને સ્થળ પર છોડી પોલીસ મથકે જતો રહ્યો હતો ત્યારે ઘટનાની જાણ બસ સ્ટેશનમાં થતા લોકોના ટોળે ટોળાં જામી ગયા હતા જોકે સ્થાનિકોએ ચંદ્રકાન્તભાઈ ને 108 મારફતે સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા. ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાગળિયા કરવાની તજવીજ હાથ ધરી છે.