દાહોદ તાલુકાના ખરેડી ગામે એક મકાનમાં આકસ્મીક આગ લાગતાં સંપુર્ણ મકાન બળીને ખાખ : અંદાજે ૧૦ લાખનું નુકસાન
રિપોર્ટર : ગગન સોની
ઝાલોદ તા.૨૨
દાહોદ તા.૨૨
દાહોદ તાલુકાના ખરેડી ગામે એક મકાનમાં અકસ્માતે આગ લાગતાં આગની અગન જ્વાળાઓમાં સંપુર્ણ મકાન બળીને ખાખ થઈ ગયું હતું. ફાયર ફાયટરના લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં અંદાજે ૧૦ લાખનું નુકસાન થવા પામ્યું હતું.
ગતરોજ ખરેડી ગામે એક કાચા મકાનમાં અગમ્યકારણોસર આગ લાગી હતી. આગે વિકરાળ રૂપ ધારણ કરતાં જાેતજાેતામાં આગે સંપુર્ણ મકાનને પોતાની અગન જ્વાળાઓની લપેટમાં લઈ લીધું હતું. મકાનમાં મુકી રાખેલ, દાગીના, અનાજ, કપડા, ઘરવખરીનો સામાન વિગેરે સંપુર્ણ બળીને ખાખ થઈ ગયું હતું. આગની ઘટનાને પગલે સ્થાનીક લોકો દોડી આવ્યાં હતાં અને વિસ્તારમાં અફરા તફરીનો માહોલ પણ સર્જાઈ જવા પામ્યો હતો. સ્થાનીક લોકો દ્વારા આગ ઉપર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ વિકરાળ આગ ઉપર કાબુ ન મેળવાતા આખરે દાહોદની ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતાં ફાયર ફાઈટરના લાશ્કરો પાણીના બંબા સાથે ઘટના સ્થળે દોડી ગયાં હતાં જ્યાં પાણીનો ભારે મારો ચલાવ્યાં બાદ આગ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. જાણવા મળ્યાં અનુસાર, આગમાં અંદાજે ૧૦ લાખનું નુકસાન થવા પામ્યું છે.