દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામે મોટરસાઈકલ પર સવાર દંપતિને અન્ય એક મોટરસાઈલના ચાલકે અડફેટમાં લેતાં એકનું મોત નીપજ્યું

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૨

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કાળી મહુડી ગામે એક મોટરસાઈકલ પર સવાર દંપતિને અન્ય એક મોટરસાઈકલના ચાલકે અડફેટમાં લેતાં મોટરસાઈકલ પર સવાર દંપતિ પૈકી પતિનું મોત નીપજ્યાંનું જ્યારે મહિલાને શરીરે ઈજાઓ પહોંચતાં સારવાર હેઠળ ખસેડાયાનું જાણવા મળે છે.

ગત તા.૨૧મી એપ્રિલના રોજ ઝાલોદ તાલુકાના રળીયાતી ગુર્જર ગામે નિસરતા ફળિયામાં રહેતાં ખુમસીંગભાઈ નીસરતા અને તેમની પત્નિ ધોળીબેન બંન્ને જણા છોકરીનું આણું લેવા (તેડવા) જતાં હતાં તે સમયે રસ્તામાં કાળીમહુડી ગામે એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ખુમસીંગભાઈની મોટરસાઈકલને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં ખુમસીંગભાઈ અને તેમની પત્નિ ધોળીબેન મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટાકાયા હતાં જેને પગલે ખુમસીંગભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે તેમની પત્નિ ધોળીબેનને શરીરે ઈજાઓ પહોંચતાં તેમને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં.

આ સંબંધે મૃતક ખુમસીંગભાઈ નીસરતાના મોટાભાઈ ભુરસીંગભાઈ નીસરતાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: