PHC રાબડાલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે ભૌતિક સુવિધાઓમાં વધારો કરી તેનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૨
PHC રાબડાલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે ભૌતિક સુવિધાઓમાં વધારો કરી તેનું લોકાર્પણ કાર્યક્રમ ઉજ્જિવન ફાયનાન્સિયલ સર્વિસ પરિનમ ફાઉન્ડેશનના સહયોગથી છોટે કદમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સંસ્થા દ્વારા સમાજને અને લાભદાયી પ્રોજેક્ટો પહોંચાડવા માટે તથા છેવાડાના માનવી સુધી કંઈ રીતે લાભ પહોંચાડવો તે બાબતે માર્ગદર્શન કરવામાં આવ્યું જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી શીતલકુમારી વાઘેલા , દાહોદ અર્બન કો – ઓપરેટીવ બેંકમાં ચેરમેન શ્રી શ્રેયાંશભાઈ શેઠ,A.P.M.C દાહોદના વાઇસ ચેરમેન શ્રી કૈલાશભાઈ ખંડેલવાલ, ડૉ.કલ્પેશભાઈ બારિયા,સરપંચ શ્રી મહેશભાઈ,ઉજ્જિવન સંસ્થાના મેનેજર શ્રી સતિષભાઈ અંકોલા ઉપસ્થિત રહ્યા હતાં.