મહત્વાકાંક્ષી જિલ્લા તરીકે વિવિધ સુચકાંકોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરતા સચિવ શ્રી ભવાની પ્રસાદ
૦૦૦
સચિવ
શ્રીએ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે રૂબરૂ મળી સંવાદ કર્યો
દાહોદ તા. ૨૩
સચિવ શ્રી ભવાની પ્રસાદ પતીએ ગત રોજ દાહોદ જિલ્લાની મુલાકાત લીધી હતી અને મહત્વાકાંક્ષી જિલ્લા તરીકે વિવિધ સુચકાંકોમાં થયેલી પ્રગતિની જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં સમીક્ષા કરી હતી. કલેકટર ડો. હર્ષિત ગોસાવીએ આરોગ્ય અને પોષણ, પ્રાથમિક શિક્ષણ, કૃષિ, નાણાકીય સમાવેશન જેવા વિવિધ સુચકાંકો અંતર્ગત કરાય રહેલી કામગીરી તેમજ પ્રગતિ વિશે માહિતી આપી હતી.
જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી મહત્વાકાંક્ષી જિલ્લા અંતર્ગત સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત અધિકારીશ્રીઓને સુચકાંકોમાં નિર્ધારીત લક્ષ ઝડપથી હાંસલ કરવા સૂચન કર્યું હતું. તેમણે વિવિધ યોજનાઓના લાભાર્થીઓની પણ રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેમને મળી રહેલા સરકારી યોજનાકીય લાભો વિશે પૃચ્છા કરી માહિતી મેળવી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, મૂલ્યાંકન કચેરી, ગાંધીનગરના નિયામકશ્રી હિતેન પારેખ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
૦૦૦